વડોદરા

કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 25 થી 30 એપ્રિલ વીજકાપ રહેશે

અમદાવાદઃ ગુજરાત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તેવા સમયે વડોદરામાં 25 થી 30 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં રિપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

કયા વિસ્તારમાં કઈ તારીખે વીજ પુરવઠો રહેશે બંધ

તા.25 એપ્રિલ શુક્રવારે તરસાલી સબ ડિવિઝન વિસ્તાર તથા સ્કાઈ ઓનિક્સ ફીડરના આસપાસનો વિસ્તાર, તા. 27 એપ્રિલ રવિવાર તિરુપતિ ફીડર આસપાસનો વિસ્તાર, તા.28 એપ્રિલ સોમવારે યુજી 3 ફીડરના આસપાસનો વિસ્તાર તથા માંજલપુર સબ ડિવિઝન, તા.29 એપ્રિલ મંગળવારે નંદનવન ફીડરના આસપાસનો વિસ્તાર, તા.30 એપ્રિલ બુધવારે ભવાની કુંજ ફીડરના આસપાસના વિસ્તારમાં વીજ રીપેરીંગ અંગે વીજ પુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો…વડોદરામાં ભરઉનાળે પાણી કાપઃ પાંચ લાખ લોકોએ સહનકરવાની રહેશે પરેશાની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button