Vadodara માં 49 લાખની નશાની દવાઓ ઝડપાઈ…

વડોદરાઃ શહેર મેડિકલ લાયસન્સની આડમાં ગેરકાયદે વેચાણ કરાતી નશાની દવાઓ જપ્ત કરવામાં આવી છે. વડોદરા SOGએ કોડીન ફોસ્ફેટ સીરપની 7,355 બોટલ, ટ્રામાડોલ ગોળી અને અલ્પ્રાઝોલમ ગોળીઓ મળી કુલ 49 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો..Vadodara હાઇ- પ્રોફાઇલ અકસ્માત કેસમાં પોલીસની ધીમી કામગીરી પર ઉઠયા સવાલ, શું આરોપી રક્ષિત ચૌરસિયા છૂટી જશે ?
સુત્રો પાસેથી મળતી મુજબ, વિપુલ પ્રજાપતિ અને કેવલ રાજપૂત નામના બે શખ્સ મેડિકલ લાયસન્સની આડમાં ગેરકાયદે માદક પદાર્થનો ધંધો કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વડોદરા SOGએ રેડ પાડી હતી. દરમિયાન તપાસ કરતા કોડીન ફોસ્ફેટ સીરપની 7,355 બોટલની કુલ કિંમત રૂ. 16,75,350, ટ્રામાડોલ ગોળી કિમત રૂ. 1557270 અને અલ્પ્રાઝોલમ ગોળી કિમત રૂ. 1542420 સહિત કુલ રૂ. 4985940નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે અલ્ફ્રાઝોલમ અને ટ્રામાડોલ ગોળીઓનો ઉપયોગ પણ નશા માટે યુવાનો કરતા હોય છે. જેમાં ટ્રામાડોલ ગોળીઓ ખાસ કરીને પીડા દૂર માટે બનાવવામાં આવે છે અને જેઓ કાયદા સાથે સંઘર્ષ કરતા પહેલા અથવા કોઈ મોટો ગુનો કરતા પહેલા તેનું સેવન કરે છે. તેમજ દર્દ ઓછું કરવા કે પોલીસ રિમાન્ડ મળે ત્યારે આવી ગોળીઓનું સેવન કરે છે.
આ પણ વાંચો..Vadodara માં ધાર્મિક સ્થળે ચંપલ પહેરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ ફટકાર્યા, પોલીસે 7 લોકોની ધરપકડ કરી…
તબીબોનાં મતે, જો તમારા બાળકના વર્તનમાં અચાનક ફેરફાર થાય અને તે પરિવારથી દૂર રહેવા લાગ્યો હોય, તો સાવચેત રહો. આ સંકેતો દર્શાવે છે કે તમારું બાળક ડ્રગ્સનું વ્યસની હોઈ શકે છે. હાલમાં, માતાપિતા માટે તેમના બાળકોને ચિંતાથી બચાવવા એક મોટો પડકાર બની ગયો છે. માતાપિતાએ નિયમિતપણે તેમના બાળકોનું નિરીક્ષણ કરવું જોઈએ.