વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 15 થયો, ત્રણ હજી લાપતા; જિલ્લા કલેક્ટરે આપી વિગતો

વડોદારા: વડોદારા જિલ્લામાં આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક લોકોનું અકાળે મોત થયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહો મળી આવ્યાં છે. વડોદરાના ક્લેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, અત્યારે સુધીમાં 15 લોકોના મૃતદેહ મળ્યાં છે. જ્યારે ત્રણ હજી પણ લાપતા છે. એટલું જ નહીં પરંતુ નદીમાં હજી પણ બે વાહનો હોવાની સંભાવનાઓ છે. લાપતા લોકોની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારે આવી ઘટનાઓ સતત બની રહી છે. પહેલા પ્લેન ક્રેશની દુર્ઘટના અને એક જ મહિના બાદ ફરી ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે.

નદીમાં હજી પણ બે વાહનો હોવાની સંભાવનાઓ

ગુજરાતમાં અત્યારે બીજા ઘણાં બ્રિજો છે, ભયજનક સ્થિતિમાં છે, અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી હાલતમાં છે. તેમાં સુરતના કામરેજમાં નેશનલ હાઇવે 48 પર તાપીનો જે બ્રિજ આવેલો છે, તે જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પર 24 કલાક વાહનોની અવર-જવર ચાલું હોય છે. માત્ર લોખંડની પ્લેટોના સહારે આ બ્રિજ ટકી રહ્યો છે. જો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો પછી કોણ જવાબદારી લેશે? અત્યારે આ બ્રિજ પર લોકો જીવના જોખમે ચાલી રહ્યાં છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

વારંવાર રજૂઆતો કરવામાં આવી પરંતુ છતાં તંત્ર ઊંઘતું રહ્યું

ગંભીરા બ્રિજ પણ જર્જરિત હતો. આ અંગે વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન જ કરવામાં આવ્યા અને આખરે આ બ્રિજે 15 લોકોને ભોગ લીધો. દુર્ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી! જો પહેલા આવી વ્યવસ્થા કરવામાં આવી હોત તો લોકોના જીવ બચી ગયાં હતા. મહત્વની વાત એ છે કે, આ અંગે વિપક્ષે સરકારની કામગીરી પર આકરા સવાલો કર્યો છે. હજી પણ સમય છે, રાજ્ય સરકાર પાસે આવા જર્જરિત બ્રિજનું લિસ્ટ હોય તો બ્રિજનું સત્વરે સમારકામ કરાવે અને જો લિસ્ટ ના હોય તો એક ટીમ બનાવીને રાજ્યમાં જેટલા પણ બ્રિજો છે તેની તપાસ કરાવવી જોઈએ. કારણે કે, રૂપિયા કરતા લોકોની જિંદગી વધારે કિંમતી છે.

આ પણ વાંચો…ગંભીરા પુલ દુર્ઘટનામાં 9 લોકોના કરૂણ મોત, રાજ્ય અને કેન્દ્ર સરકારે જાહેર કરી સહાય

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button