વડોદરામાં મગરનું ‘બેસણું’ યોજાયું, જાણો કોણે યોજી શોક સભા?

વડોદરાઃ શહેરમાં પૂર વખતે મગર પણ આવી ચઢતા હોય છે. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. શહેરમાં મગરનું બેસણું યોજાયું હતું. વિશ્વામિત્રીમાં નદીમાં રહેતા 10 ફૂટના મગરનું મોત થતાં મગરપ્રેમીઓ શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘાટ પર એક્ત્ર થયા હતા અને શ્રદ્ધાંજલિ સભા (બેસણું) રાખ્યું હતું.
શુક્રવારે સરિસૃપ બચાવકર્તાઓ એકવાર આ વખતે સયાજીગંજના યવતેશ્વર ઘાટ પર બેસણા (શોક સભા) માટે ભેગા થયા હતા. છેલ્લા કેટલાક મહિનામાં થયેલા સાત મગરના અકાળે થયેલા મોતને લઈ સૌએ શોક વ્યક્ત કર્યો હતો.
આપણ વાંચો: મિજાજ મસ્તી : સવાલાત’નીલાત’: પૂછો મગર પ્યાર સે
કેમ યોજાઈ મગરની શોકસભા?
શહેરમાં સરિસૃપના સંરક્ષણ માટે કામ કરતા વન્યજીવન પ્રેમીએ જણાવ્યું કે, મગરો આપણા શહેરનો એક અભિન્ન ભાગ રહ્યા છે. અમે અમારા પરિવારની જેમ જ તેમની સંભાળ રાખીએ છીએ.
વિશ્વામિત્રીમાં થોડા મહિનાના સમયગાળામાં સાત મગરોના મૃત્યુ અમારા માટે અને પર્યાવરણ માટે પણ એક મોટું નુકસાન છે. તેથી, અમે તેમના આત્માને શાંતિ મળે તે માટે શોક સભાનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું.
આપણ વાંચો: વડોદરામાં મગરોની થઈ રહી છે ગણતરી; પ્રથમ દિવસે જ 250 મગરો દેખાયા
કોડીનારની નદીમાં મગરની સંખ્યા વધુ
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામે શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગર ચડી આવી ચડ્યો હતો. રોડ પર મગરે દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા.
જો કે થોડીવાર બાદ ફરી મગર નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય છે. અવાર નવાર મગરો બ્રિજ ઉપર આવી ચડે છે. લોકોએ આ બ્રિજ ઉપરથી પસાર થતાં સાવધ રહેવું પડે છે.