વડોદરા

વડોદરામાં ફટાકડા ફોડવાની ના પાડતાં નશામાં ધૂત ચાલકે મહિલા પર ચઢાવી કાર

Vadodara News: વડોદરાના ગોરવા પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ફડાકડા ફોડતી વખતે આતંક મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ વિરોધ કરતાં એક મહિલા પર ગાડી ચઢાવી દીધી હતી. ગાડીમાં બેઠેલા યુવકે નશામાં હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

આતશબાજી અને પથ્થરમારાની આ ઘટનામાં 3 લોકોને ઈજા થઈ હતી, જ્યારે કારને પણ નુકસાન થયું હતું. આ કાર પર સાંસદનું સ્ટીકર મારેલું હતું. વડોદરા પોલીસે ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા હતા. આ ઘટના બાદ ગોરવા પોલીસ સ્ટેશન બહાર લોકોનું ટોળું એકત્ર થયું હતું. પોલીસે કૌશિક મનોરંજન પાંડા અને નદિમ જમાલખાન નામના યુવકોની ધરપકડ કરી કેસ નોંધ્યો હતો. બંને વડોદરાના રહેવાસી છે.

આપણ વાંચો: નશામાં ધૂત કારચાલકે નવરાત્રી પંડાલમાં ઘૂસાડી કાર: એક ગાયનું મોત-અનેક ઘાયલ

વડોદરા પોલીસે આ ઘટનાની પ્રેસ નોટમાં ગાડી માલિક અને સાંસદનું સ્ટિકર હોવાની કોઈ જાણકારી આપી નથી. વડોદરા પોલીસની તપાસમાં યુવકો નશામાં હોવાની વાત કહેવામાં આવી છે. પોલીસ અનુસાર યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જકે આ ઘટનામાં જે કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો તે કોની છે તે સ્પષ્ટ થયું નથી. ગુજરાતમાં લાંબા સમયથી દારૂબંધી છે. આ સ્થિતિમાં યુવકો નશામાં ધૂત થઈને કાર ચલાવતાં હોવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે.

સંબંધિત લેખો

Back to top button