વડોદરા

વડોદરામાં અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર; એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

અમદાવાદ: વડોદરાના ડભોઇ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો ગાડી અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જો કે અકસ્માત સર્જીને બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો.

મળતી વિગતો અનુસાર વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક પોલીસ કર્મી સહિત 3 વ્યક્તિના મોત થયા હતા. જેમાંથી મૃતક પોલીસકર્મી મુકેશભાઈ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હોવાની વિગતો મળી હતી. ત્રણે મિત્રો લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા અને ત્યાંથી પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવી સહિત બેના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button