વડોદરા

બરોડા બાર એસોસિએશન ચૂંટણીની તારીખ જાહેરઃ એકથી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે

વડોદરાઃ બરોડા બાર એસોસિએશનની 19 ડિસેમ્બરના ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઉમેદવારોને એકથી 5 ડિસેમ્બર નામાંકન ફોર્મ ભરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આ સાથે જે ઉમેદવારે પોાતનું નામાંકન પરત ખેંચવું હોય તે 9 ડિસમ્બર સુધીમાં પરત ખેંચી શકશે. પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ ગ્રંથાલય, ખજાનચીની એક જગ્યા અને મેનેજિંગ કમિટીના 10 પદ માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે.

અંતિમ યાદી 29 નવેમ્બરના જાહેર કરાશે

ગુજરાત બાર કાઉન્સિલની અસાધારણ બેઠકમાં ઠરાવ પ્રમાણે અને બરોડા બાર એસોસિએશન દ્વારા 18 સપ્ટેમ્બરના રોજ મળેલી સૂચનાઓ અનુસાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના 2025ના રોજ યોજાવાની છે. આના માટે ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે, જેની મતદાર યાદી 24 નવેમ્બરના પ્રકાશિત કરવા સાથે જો કોઈ વાંધો હોય તો ચૂંટણી પહેલા રજૂ કરવાનો રહેશે. અંતિમ મતદાર યાદી 29 નવેમ્બરના જાહેર કરાશે. નોમિનેશન ફોર્મની ચકાસણી 8 ડિસેમ્બર સુધી કરાશે. આ સાથે 10 ડિસેમ્બરના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

19 ડિસેમ્બરે મતદાન યોજાશે

તારીખ 19 ડિસેમ્બર 2025ના 10થી 5 વાગ્યા સુધીમાં મતદાન યોજાશે. આ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય સચિવ, ખજાનચી ( જે મહિલા વકીલો માટે અનામત છે)ના 1 પદ, જ્યારે મેનેજિંગ કમિટીના સભ્યોની દસ પોસ્ટ, મેનેજિંગ કમિટીના સભ્યો (જે મહિલા વકીલો માટે અનામત છે)ની 3 પોસ્ટ માટે ચૂંટણી યોજાશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button