વડોદરા

અમદાવાદમાં આટલી ઇમારતો પાસે ફાયર વિભાગની પરમીશન નથી, AUDAએ નોટીસ પાઠવી

અમદાવાદ: ગત વર્ષે રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત બાદ રાજ્યમાં ફાયર સેફટીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા થયા હતાં. કોઈ પણ ઈમારતના ઉપયોગ માટે બિલ્ડીંગ યુઝ(BU) પરમીશન અને ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) બંને ફરજીયાત બનાવવામાં આવ્યા હતાં, છતાં અમદવાદ શહેરમમાં BU અને NOC મેળવવા લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી(AUDA) એ શહેરની 750 થી વધુ ઇમારતોને નોટિસ ફટકારી છે.

AUDA પાઠવેલી નોટિસોમાં 15 દિવસની અંદર બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન અને ફાયર NOC સબમિટ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે સુચનાનું પાલન કરવામાં નહીં આવેતો ગંભીર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જે અતર્ગત જગ્યા સીલ પણ કરવામાં આવી શકે છે.

નોટીસનો નબળો પ્રતિસાદ:

AUDA ના એક વરિષ્ઠ અધિકારીએ એક અખબારને માહિતી આપતા જણાવ્યું હતું કે લગભગ 25 દિવસ પહેલા નોટિસો જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ નોટીસના ખુબ જ ઓછા જવાબો મળ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓથોરિટીએ હવે ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલનકરવામાં નહીં આવે તો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું કે સરકારે ઇમ્પેક્ટ ફીની જોગવાઈ પણ લાવી છે. છતાં બહુ ઓછા લોકોએ અનધિકૃત ઇમારતોને નિયમિત કરવા માટે અરજી કરી છે. AUDA ની નોટિસ મુજબ, BU પરમીશન અથવા ફાયર NOC વગરની ઇમારતોએ 15 દિવસની અંદર અરજી કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇમારતનો ઉપયોગ કરી શકશે નહીં.

સ્ટાફની અછત:

AUDAના અધિકારીના જણાવ્યા મુજબ રાજકોટ જેવી દુર્ઘટના અટકાવવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. જો આવી કોઈ ઘટના બનશે, તો બિલ્ડીંગના માલિકને જવાબદાર ઠેરવવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીના જણાવ્યા મુજબ પરમીશન કે પેન્ડિંગ અરજીઓ વિનાની બિલ્ડીંગને નોટિસની ડેડલાઇન પૂર્ણ થયા પછી સીલ કરવામાં આવશે. અહેવાલ મુજબ AUDA હેઠળના વિસ્તારોમાં ઘણી હાઈ રાઈઝ બિલ્ડીંગ ફાયર NOC વગરની છે. અહેવાલ મુજબ મર્યાદિત સ્ટાફને કારણે તમામ બિલ્ડીંગનું અસરકારક રીતે થઇ શકતું નથી.

આ પણ વાંચો…શું તંત્ર વધુ એક અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? ગાંધીનગરના ફાયર વિભાગમાં સ્ટાફની ભારે અછત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button