વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતો ઝડપ્યા

વડોદરાઃ શહેરમાંથી એસીબીએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભુસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રેતીનો સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે લાંચ માગી હતી
ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક ખાણ ખનીજ વિભાગ કોઠી કચેરી આઠમો માળ વડોદરા નાઓને મળેલા. જેઓએ ફરીયાદીની અરજી મંજુર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રુ.૨,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઇ પ્રેમાવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય આરોપીએ મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સમંતિ આપી હતી.
બે દિવસ પહેલા એસીબી ગાંધીનગરની ઇન્સ્પેક્ટરની ઓળખ આપી હસમુખ પટેલને કહીને યુવતી પાસે નોકરી નામે નાણાં માંગનાર યુવક ઝડપાયો હતો. રાજકોટમાં રહેતી યુવતીને પીએસઆઇની પરીક્ષામાં પાસ કરાવવાની સાથે નોકરીની ખાતરી આપીને 25 હજારની લાંચ માંગી હતી. યુવતી અને તેના પરિચીતોએ અગાઉ ગોઠવેલા છટકા મુજબ તેને ઝડપીને સેક્ટર-7 પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…..બોર્ડર પર ફરજ બજાવવા જઈ રહેલા સેનાના જવાન પાસે TTEએ લાંચ માંગી; રેલવેએ કાર્યવાહી કરી