વડોદરા

પ્લેન ક્રેશમાં પતિ ગુમાવ્યો, લગ્નના માત્ર 2 દિવસમાં વિધવા બની વડોદરાની યુવતી

વડોદરા: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક દંપતીની જોડીઓ વિખૂટી પડી ગઈ છે. દુર્ઘટનામાં કોઈની પત્ની તો કોઈના પતિનું મૃત્યુ થયું છે. આ દુર્ઘટનાએ માત્ર બે દિવસ પહેલા પરણેલી યુવતીના સેથાનું સિંદૂર પણ ભૂંસી નાખ્યું છે. વડોદરાની યુવતીના લગ્ન જીવનનો ખૂબ ટૂંકાગાળામાં અંત આવી ગયો છે.

10 જૂને થયા હતા ભાવિકના લગ્ન

વડોદરાનો ભાવિક મહેશ્વરી છેલ્લા કેટલાક વર્ષોથી લંડનમાં કામ કરી રહ્યો હતો. તે દર વર્ષે 15 દિવસ માટે પોતાના પરિવારજનોને મળવા આવતો હતો. ભાવિકની સગાઈ થઈ ગઈ હતી.

તેથી આ વર્ષે ભાવિકના પરિવારજનોએ તેને પરણાવીને લંડન મોકલવાનો નિર્ણય કર્યો હતો. ભાવિકને લંડન જવામાં બે દિવસ બાકી હતા ત્યારે પરિવારજનોએ તેની મંગેતર સાથે કોર્ટ મેરેજ ગોઠવ્યા હતા. 10 જૂનના રોજ ભાવિકના કોર્ટ મેરેજ કરાવવામાં આવ્યા હતા. બે દિવસ બાદ એટલે કે 12 જૂનના રોજ તે લંડન જવા માટે રવાના થયો હતો.

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશા

લગ્નના ઘરમાં છવાયો માતમ

ભાવિકની પત્નીએ તેને હસતા મોઢે વિદાય આપી હતી. પરંતુ આ વિદાય તેને છેલ્લી વિદાય સાબિત થઈ હતી. ભાવિક લંડન જવા માટે અમદાવાદથી જે વિમાનમાં બેઠો એ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું. જેમાં ભાવિક પણ હોમાઈ ગયો.

ભાવિકના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારજનો પર દુ:ખનો ડૂંગર તૂટી પડ્યો હતો. બે દિવસ પહેલા જે ઘરમાં લગ્નનો માહોલ હતો ત્યાં માતમ છવાઈ ગયો છે. તેની પત્ની સહિતના તમામ પરિવારજનો ચોધાર આંસુડે રડી રહ્યા છે. ભાવિકનું મૃત્યુ થયું છે એવું તેના પિતા માની શકતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button