વડોદરા

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 9ના મોત! મૃત્યુઆંક હજી પણ વધે તેવી શક્યતા, બચાવ કાર્ય પૂરજોશમાં

વડોદરાઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રથી જોડતો ગંભીરા બ્રિજ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બ્રિજના બે કટકા થતા ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં હતા. જેમાં 9 લોકોનું અકાળે મોત થયું છે. જેમાં એક માસૂમ બાળકનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. બચાવ કાર્ય માટે 100 થી વધારે સુરક્ષા કર્મીઓ કામે લાગી ગયાં છે. આ દરમિયાન પાંચ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે મૃતકોની શોધખોળ ચાલી રહી છે.

હોસ્પિટલમાં 4 લોકોની હાલત હજી પણ વધારે ગંભીર

રેક્સ્યુ કરવામાં આવેલા લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અત્યારે કુલ 4 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાથે 100થી વધુ લોકો બચાવ કામગીરી સતત કાર્યરત છે. એટલું જ નહીં પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા 20થી વધારે એમ્બ્યુલન્સ પર ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ બાજુના મુજપુર ગામના લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યાં હતા. આ બ્રિજ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત છે. જેથી ફરી એકવાર આ બ્રિજ નિર્દોષ લોકોના મોતનું કારણ બન્યો છે. આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટી ગયો છે. માર્ગ પરિવહનને મોટા પ્રમાણમાં અસર થઈ છે.

આ ઘટના મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, 1985માં આ બ્રિજ બન્યો હતો. જ્યારે પણ જરૂર પડી ત્યારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આવી દુર્ઘટના બની તે ખૂબ જ દુઃખ છે. મુખ્ય પ્રધાને 212 કરોડના ખર્ચે બનો બનાવવા માટે મંજૂર આપી હોવાનું પણ જણાવ્યું છે.

આપણ વાંચો:  વડોદરા-આણંદ બ્રિજ તૂટતા અકસ્માત, 4 વાહનો નદીમાં ખાબક્યા બેના મોતની આશંકા, ત્રણનો આબાદ બચાવ…

સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના મોત થયાઃ અમિત ચાવડા

વિપક્ષ દ્વારા આ દુર્ઘટના માટે સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે. અમિત ચાવડાએ કહ્યું કે, સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના મોત થયા છે. વધુમાં કહ્યું કે, વારંવાર આવા બનાવો કેમ બને છે? કેમ સમય પહેલા કામ કરવામાં નથી આવતું? બ્રિજને સમારકામન જરૂર હતી પરંતુ તે કામ કરવામાં આવ્યું નહોતો. સરકાર જ્યારે આવા બનાવો બને ત્યાર પછી જ જાગે છે. પહેલા કેમ નથી જાગતી? જો સરકાર વહેલા જાગી હોત તો આ બનાબ ના બન્યો હોત અને લોકોના જીવ બચી ગયાં હોચ! આમ અમિત ચાવડાએ સીધી રીતે રાજ્ય સરકારની કામગીરી પર સવાલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button