વડોદરામાં 60 વર્ષના વૃદ્ધે સગીરાને પીંખી નાખી, આ રીતે ભાંડો ફૂટ્યો

Vadodara Crime News: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના ટેક્સી ડ્રાઇવરે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ અંગે તેના માતા પિતાને જાણ કરી હતી.
જે બાદ ફ્લેટના સીસીટીવીના ફુટેજ ચેક કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
આપણ વાંચો: દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો: 50 સામે ગુનો
પોલીસ મુજબ, પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે, પ્રૌઢે તેને ચોકલેટની લાલચ આપીને ઘરે બોલાવી હતી અને બિલ્ડિંગના ભોંયરામાં લઈ જઈ મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત જો કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
ઘટના બાદ તે તેના ઘરે જતી રહી હતી. માતા-પિતાએ જ્યારે તેના ચહેરા પર ડર જોયો ત્યારે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે શરમજનક ઘટના અંગે જણાવ્યું હતું. પુત્રીએ આપેલી જાણકારી બાદ માતા-પિતાએ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાવીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.