હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો! વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન

પંચમહાલ: પંચમહાલના હાલોલમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હોવાથી હાલોલ વિસ્તારના હાલ બેહાલ થઈ ગયાં હતાં. અનેક રહેણાંક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું હતું.. વરસાદી પાણી લોકોના ઘરની અંદર ઘૂસી જતાં ઘરવખરીને મોટો પ્રમાણમાં નુકસાન થયું હતું. આ સાથે વરસાદી પાણી સાથે અજગર, સાપ અને મૃત પશુઓ પણ તણાઈને આવ્યા હોવાના ડ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં જનજીવન પણ ખોરવાઈ ગયું હતું
વરસાદી પાણી ઘરની અંદર ઘૂસી જતા લોકો પરેશાન
સ્થાનિકો આ સમસ્યા માટે વારંવાર તંત્રને રજૂઆતો કરી હોવા પણ કોઈ ઉકેલ આવ્યો ના હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે હાલોલના મુખ્ય વિસ્તારોમાં રોડ તળાવમાં ફેરવાઈ ગયા હતાં. જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. માત્ર થોડા જ કલાકોમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેલ લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. પાણી વચ્ચે રહેવાનું થતા રોગચાળીની પણ ભીતિ સર્જાઈ હતી. પાણીના નિકાલ માટે સત્વરે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગણી પણ કરી હતી.
અમિત શાહે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ વાહનોનું લોકાર્પણ
વરસાદની પાણીના કારણે અત્યારે ગંદગીનું પ્રમાણ વધી ગયું છે. પાણી ભરાયેલું હોવાના કારણે બજારમાં મોટા ભાગની દુકાન બંદ જોવા મળી હતી. કોઈ મોટી જાનહાનિ ના થાય તેના માટે સ્થાનિક તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ભારે વરસાદના કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. જો કે, વરસાદને વિરામ લીધો હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ જો ફરી વરસાદ શરૂ થયો તો ફરી પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.
આ પણ વાંચો…હાલોલમાં 8 કલાકમાં 10 ઇંચ વરસાદ, પાવાગઢમાં પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો