કોણ છે ગુજરાતની મહિલા IAS અધિકારી જેને હાઇવે પર ખાડા મુદ્દે NHAI અધિકારીને ફટકાર્યો દંડ?

મહીસાગર: ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અનેક રોડ ધોવાઈ જવાના સમાચાર મળતા હોય છે. ભારે વરસાદને ખાડા પડવા રોડ ધોવાઈ જવા જેવી સમસ્યા ઊભી થતી હોય છે. મહિસાગર જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા પડવાથી વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવા પડતો હતો. આ સમસ્યાને ધ્યાને લઈ મહીસાગર જિલ્લા કલેક્ટરે કાર્યવાહિ હાથ ધરી હતી.
જિલ્લાના કલેક્ટર અર્પિત સાગરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH47) પર ખાડાઓને લઈને NHAIના અધિકારી પર દંડ ફટકારીને સમાચારોમાં છવાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના બરેલીની વતની અર્પિત ગુજરાતની પ્રથમ IAS અધિકારી છે, જેમણે આવી કડક કાર્યવાહી કરી.
રોડ સેફ્ટી માટે દંડનો નિર્ણય
અર્પિત સાગરે મહીસાગર રોડ સેફ્ટી કમિટી હેઠળ અમદાવાદ-ગોધરા હાઈવે (NH47) પર ખાડાઓને કારણે NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર પર દંડ લગાવ્યો હતો. 18 જૂનથી 7 જુલાઈ સુધી દરરોજ 500 રૂપિયાનો દંડ નક્કી કરાયો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ખાડાઓ ભરાશે નહીં, ત્યાં સુધી દંડ વધતો રહેશે. ઉલ્લેખનીય છે આ અગાઉ ગુજરાતમાં કોઈ કલેક્ટરે આવી કાર્યવાહી પહેલાં ક્યારેય કરી નથી.
અર્પિત સાગરની કારકિર્દી
અર્પિત સાગરે 2015માં UPSC પરીક્ષા પાસ કરીને IAS બન્યા હતા. મહિસાગરના કલેક્ટર બનતા પહેલાં તેઓ વડોદરા નગર નિગમમાં ડેપ્યુટી કમિશનર હતાં અને વલસાડમાં DDO તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ડિસેમ્બર 2024માં તેમને શ્રેષ્ઠ DDOનો એવોર્ડ મળ્યો હતો. તેમની આ કાર્યવાહી એવા સમયે થઈ જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયે જામનગર-અમૃતસર હાઈવેની ખરાબ સ્થિતિ માટે એક અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો.
અર્પિત સાગર ઉત્તર પ્રદેશના બરેલીની વતની છે અને તેમણે પ્રયાગરાજની NITમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી છે. તેમના પિતા ચંદ્રસેન અને માતા મીના દેવીની પાંચ દીકરીઓમાંથી ત્રણ અધિકારી છે. અર્પિતની મોટી બહેન અર્જિત IRS અધિકારી છે, જ્યારે નાની બહેન આકૃતિ પણ IAS છે. બાકીની બે બહેનો, અંશિકા અને અંકિતા, ગ્રાફિક્સ ડિઝાયનર છે. અર્પિતના પતિ વિપુલ તિવારી છત્તીસગઢમાં રહે છે.
આ પણ વાંચો….ગુજરાતના યુવા IAS અધિકારીની સોશિયલ મીડિયા પર પણ છે બોલબાલા, કોણ છે?