મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે ઈકો કારમાં લાગી આગ! મોટી જાનહાનિ ટળી | મુંબઈ સમાચાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા પાસે ઈકો કારમાં લાગી આગ! મોટી જાનહાનિ ટળી

મહીસાગર: મહીસાગર જિલ્લાના એકા ગામ પાસે ઈકો કારમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઇકો કારમાં ત્રણ લોકો સવાર હતા પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. લુણાવાડાના રામપુર પાદેડી પાસે આવેલા રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આગ શા કારણે લાગી તેનું કારણ અકબંધ છે. પરંતુ આગ લાગતાની સાથે જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

લુણાવાડાના રામપુર પાદેડી પાસે બની સમગ્ર ઘટના

ઇકો કારમાં વિકારાળ આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, સદનસીબે ઇકો કારમાં સવાર લોકોને કોઈ જાનહાનિ થઈ નથી જેથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, ઇકો કાર અહીંથી પસાર થઈ રહી હતી અને અચાનક તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતાં. બાદમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિકો દોડી આવ્યાં અને કારમાં બેઠેલા લોકોને બચાવી લીધા હતાં.

સ્થાનિકોની સમયસૂચકતાના કારણે આગને કાબૂમાં આવી

કારમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પણ સ્થાનિકોએ મહેનત કરી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. સ્થાનિકોની સમયસૂચકતાના કારણે આગ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ ઇકો કાર સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. પરંતુ જાનહાનિ થઈ નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો આ વીડિયો ખૂબ શેર પર કરી રહ્યાં છે. આ સાથે સાથે એ હવે ગાડીઓની સુરક્ષા અંગે પણ સવાલ થઈ રહ્યો છે. આ કારમાં કેવી રીતે આગ લાગી તે જાણવા નથી પરંતુ પ્રાથમિક અંદાજ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. બાકીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો…વડોદરાના સાવલીમાં ડામરના ટેન્કરમાં લાગી ભંયકર આગ, 3 લોકોના મોત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button