મહીસાગર લુણાવાડા-મલેકપુર રોડ પર થયો અકસ્માત, કારમાં આગ લાગતાં ડ્રાઈવર જીવતો સળગ્યો, 9 ઘાયલ

મહીસાગરઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા-દિવડા હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શામલા ક્રોસિંગથી મલેકપુર જતા રસ્તા પર એક કાર અને ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. તે બાદ ઈકો કારમાં આગ લાગી હતી હતી. અકસ્માત બાદ કારમાં જોરદાર ધડાકા સાથે આગ લાગી હતી. કારનો દરવાજો ખુલી ન શકતા ડ્રાઇવર બહાર નીકળી શક્યો નહીં અને કારમાં જ જીવતો સળગી ગયો હોવાથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સાથે અકસ્માતમાં અન્ય 9 લોકો ઘાયલ થયા છે.
કારનો દરવાજો બંધ થઈ જતા ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત
મળતી વિગતો પ્રમાણે અકસ્માતની જાણ થતાની સાથે જ ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને સારવાર માટે લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. લુણાવાડા તાલુકા પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું છે. ફાયર ટીમે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો છે. પરંતુ ડ્રાઈવર આગમાં જીવતો ભડથું થયો છે. એક વ્યક્તિનું મોત થયું હોવાથી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી હતી.

આ પણ વાંચો: કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો! અમદાવાદ અને મહીસાગરમાં એક એક મકાન ધરાશાહી, બેના મોત
લુણાવાડા મલેકપુર રોડ પર બની ટ્રિપલ અકસ્માતની ઘટના
2 કાર અને એક બાઇખ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. લુણાવાડા મલેકપુર રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. વરસાદ શરૂ હતો તેમ છતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે અકસ્માતની ઘટના બાબતે પોલીસે ઘટના સ્થળ પરથી ટ્રાફિક દૂર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.