ખેડા

લ્યો કરો વાત! ખુદ ASI જ દારૂ પીને DYSP કચેરીમાં પહોંચ્યા: અંતે ધરપકડ

ખેડાઃ પોલીસ લોકોને કાયદાનુ પાલન કરાવવા અને સુરક્ષા, સલામતી માટે હોય છે પરંતુ જો પોલીસ ખુદ જ કાયદાનું પાલન ના કરે તો? ખેડામાં પણ આવી જ એક ઘટના બની છે. ઠાસરામાં એક એએસઆઈ દારૂ પીધેલી હાલતમાં આવીને ફરિયાદી સાથે ધમાલ કરી હતી.

આ ઉપરાંત જ્યારે ફરિયાદીઓ DYSP કચેરીમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા ત્યારે પણ એએસઆઈ દારૂ પીને આવ્યાં હતા. ASI નશાની હાલતમાં પકડાઈ જતા નડિયાદ ટાઉન પોલીસે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ પોલીસ ખુદ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરે છે તો સામાન્ય પ્રજામાં તેની ખરાબ જ અસર થવાની છે.

આપણ વાંચો: જ્ઞાનવાપી કેસમાં એએસઆઈએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હવે 21 ડિસેમ્બરે આવશે ચુકાદો…

ડાકોર શહેરના કૈલાશ રાઇસ મીલ પાસે રહેતા ઘના વાઘેલા ડાકોર પોલીસ મથકમાં એ.એસ. આઈ તરીકે ફરજ બજાવે છે. ગત 25મી ઓક્ટોબરના રોજ એ એસ આઇ ઘનાભાઇ ખાતાકીય તપાસના કામે નિવેદન લખાવવા માટે નડિયાદ શહેરમાં આવેલી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં આવ્યા હતા.

પરંતુ કાયદાના રક્ષક એવા એએસઆઇ નશાની હાલતમાં નિવેદન લખાવવા આવ્યા હોવાની ફરજ પરના પોલીસ કર્મચારીઓને ધ્યાને આવ્યું હતું. જે બાદ ફરજ પરના કર્મીઓએ ઘનાભાઇનુ મોઢુ સુધી જોતા દારૂ પી આવ્યા હોવાનું સાબિત થયું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ડાકોર પોલીસ મથકના એએસઆઇ ધનાભાઈ વાઘેલા સામે ગુનો નોંધ્યો છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button