નડિયાદમાં ધર્માંતરણના આરોપમાં એક જણની ધરપકડઃ વિદેશી ફંડ અને કનેક્શનની તપાસ શરૂ

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દલિત અને આદિવાસી સમુદાયના લોકોને પ્રલોભન આપીને ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ધાર્મિક સદભાવનાને નબળી પાડનારા તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની જરૂરિયાત યાદ અપાવે છે, જેથી સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે. પોલીસે આરોપીને 28 સપ્ટેમ્બરે પકડી પાડવામાં આવ્યા પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સ્ટીવન મેકવાનની 28 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તે એક કાર્યક્રમમાં 9 નાના બાળકો સહિત કુલ 59 લોકોના ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી પર દલિત અને આદિવાસી સમુદાયના લોકોને પ્રલોભન આપીને ઈસાઈ ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. તે છેલ્લા 3 વર્ષથી આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને વિદેશી નાગરિકો પાસેથી પણ નાણાં મેળવતો હતો.
ગેરકાયદે ધર્મ પરિવર્તનના આરોપમાં સ્ટીવન મેકવાનને સ્થાનિક અદાલતે 7 દિવસની પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ભારતના વિવિધ ભાગો સહિત નેપાળની પણ મુલાકાત લીધી હતી. આ પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે તે વિદેશી સંપર્કોનો ઉપયોગ કરતો હતો, જેની તપાસ ચાલુ છે.
આ કેસમાં પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ગેરકાયદે ધર્મ પરિવર્તનમાં આંતરરાષ્ટ્રીય ફંડનો ઉપયોગ અને ગરીબ તેમ જ જરુરિયામંદ લોકોને આર્થિક લાચલ આપીને ધર્મ પરિવર્તન કરાવવા માટે થતો હતો, તેથી સંબંધિત ટ્રસ્ટ અને નાણાકીય વ્યવહારની પણ તપાસ પણ કરવામાં આવશે. ગુજરાત સહિત અન્ય રાજ્યના કનેક્શન સહિત ફંડ મુદ્દે વિસ્તૃત તપાસ પણ કરવામાં આવશે.
આપણ વાંચો: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનની કચ્છ મુલાકાત ટાંકણે કંડલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી