ખેડા

ખેડામાં આઇસર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા લાગી ભીષણ આગ, ડ્રાઈવર થયો ભડથું

ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ગઈ કાલે મોડી રાત્રે ખેડામાં પણ અકસ્માત સર્જાયો હતો. ખેડામાં મોડી રાત્રે આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઇસરમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં ડ્રાઈવરની જીવતો બળીને ભડથું થઈ ગયો હતો. ખેડા-ધોળકા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આગમાં આઇસરના ડ્રાઈવરનું મોત થયું થતા શોકનો માહોલ છવાયો હતો.

આગમાં ડ્રાઈવરની જીવતો બળીને ભડથું થઈ ગયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રખડતા ઢોરને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આઇસરમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રાત્રે જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ખેડા ધોળકા હાઇવે પર ગાંધીપુરા પાટીયા પાસે થયેલા અકસ્માતમાં બાદ આગ લાગતા આઇસર ચાલકનું કમ કમાટી ભર્યું મોત થયું હતું. આઇસરમાં આગ લાગતા ડ્રાઇવરનું મોત આગમાં સળગી જવાથી થયું હતું.

અકસ્માત થતા ઘટના સ્થળ પર સ્થાનિકો એકઠા થઈ ગયા

અકસ્માત અને આગની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં આઇસર ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. અકસ્માત થતા ઘટના સ્થળ પર સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. ખેડા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આઇસરમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટસ ખસેડી વધુ તાપસ હાથ ધરી દેવામાં આવી છે. અકસ્માત બાદ આગ લાગતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો…ઉત્તરાખંડમાં બસ અલકનંદા નદીમાં ખાબકીઃ અકસ્માતમાં સુરતનો પરિવાર પણ ભોગ બન્યો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button