ગુજરાતમાં 5 વર્ષ પછી ફરી વાઘે દેખા દીધા, 650 કિમીનું અંતર કાપી દાહોદ આવ્યો!

દાહોદઃ ગુજરાતમાં હમણાં જ 16મી સિંહની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કુલ 891 સિંહ ગુજરાતમાં વસવાટ કરી રહ્યાં છે. આકંડા પ્રમાણે 497 એશિયાટિક સિંહ (Asiatic lion) જંગલ વિસ્તારમાં અને 394 સિંહો જંગલ વિસ્તારની બહાર વસવાટ કરે છે. પરંતુ આ દરમિયાન વાઘને લઈને મહત્વની સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાતમાં પાંચ વર્ષ પછી વાઘ (Tiger) જોવા મળ્યો હોવાની સત્તાવાર માહિતી શેર કરવામાં આવી છે. ગુજરાત માટે આ મોટા અને ખુશીના સમાચાર છે.

દેવગઢ બારિયાના જંગલમાં ફરી રહ્યો છે નર વાઘ
દાહોદ (Dahod) જિલ્લાના જંગલમાં એક વાધ વરસાટ કરી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 5થી 6 મહિલાનો આ નર વાઘ દેવગઢ બારિયા (Devgadh Baria)ના જંગલમાં ફરી રહ્યો છે. આ વાઘ માત્ર જંગલ વિસ્તારમાં જ ફરી રહ્યો છે, જેથી સ્થાનિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાર મહિલાના પહેલા વાઘના પગલા જોવા મળ્યાં હતા, ત્યાર બાગ વન વિભાગ દ્વારા ટ્રેપ કેમેરા ગોઠવીને વોચ રાખવામાં આવી રહી હતી. આ ટ્રેપ કેમેરામાં વાઘ જંગલમાં હોવાની પુષ્ટિ થઈ હોવાથી અત્યારે 24 કલાક વાઘ પર વોચ રાખવામાં આવી રહી છે, અને તેની સંભાળ રાખવા માટે પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
શું આ વાધ 650 કિમીનું અંતર કાપીને આવ્યો હશે?
મળતી વિગતો પ્રમાણે આ વાઘ મધ્ય પ્રદેશના ઈન્દોર-ઝાબુઆ વચ્ચે આવેલા જંગલમાંથી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે, આ જંગલ દાહોલના જંગલ વિસ્તારથી 650 કિમી દૂર છે. જેથી એવું પણ કહી શકાય કે, આ વાઘ ખૂબ મોટું અંતર કાપીને ગુજરાતમાં આવ્યો છે. આ પહેલા પણ અમદાવાદાના આસપાસના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના બાલારામ અને અંબાજીના પટ્ટામાં વાઘ દેખાયા હોવાની ચર્ચાઓ થઈ હતી. પરંતુ તેની સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી. પરંતુ ગુજરાત ફરી એકવાર 5 વર્ષ પછી વાઘની એન્ટ્રી થઈ છે.
આપણ વાંચો : આવો, લટાર મારીએ આ એક નિરાળા વાધ- નગરમાં