રોગચાળો વકરતાં રાજ્યમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગ થયું સક્રિય, આણંદમાં બે લાઇવ વેફર્સ યુનિટ સીલ…

આણંદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ફૂડમાંથી જીવાત મળી આવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ પર સતત માછલા ધોવાતા હોવાથી સ્વચ્છતા ન જાળવતા ફૂડ એકમો સામે ઝુંબેશ શરૂ કરવામાં છે. તેના જ ભાગરૂપે વડોદરા શહેરના આઝાદ મેદાન નજીક બે યુનિટને સ્વચ્છતાના અભાવે સીલ કરવામાં આવ્યા હતા.
આણંદ મનપાની ટીમ દ્વારા નિરીક્ષણ દરમિયાન બન્ને સ્થળોએ વેફર બનાવવા માટે વપરાતા કેળા સડેલા હતા અને ઉંદરોની અવરજવર પણ જોવા મળી હતી. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખી કલેક્ટરે તાત્કાલિક યુનિટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: આણંદને મળશે ‘જિલ્લા જેલ’: નવી બાકરોલ જેલને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આપી મંજૂરી…
આણંદ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઝાદ મેદાન નજીક મણિબેન એસ્ટેટ સ્થિત ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સનું ઓચિંતું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સ્વચ્છતાનો અભાવ, ગંદકી, ખુલ્લા વાયર અને ઉંદરોની અવરજવર સહિત જાહેર આરોગ્ય માટે હાનિકારક ગંભીર ખામીઓ જોવા મળી હતી. ચીમનીમાંથી નીકળતો ધુમાડો બીજા લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યો હતો અને ખુલ્લા વાયરો પર તેલ અને માટીનું સ્તર જામી ગયું હતું. જેને લઈ આ એકમો સીલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતને મળી મોટી ભેટ, આણંદમાં બનશે દેશની પ્રથમ કો ઑપરેટિવ યુનિવર્સિટી
તાજેતરમાં અમદાવાદના નિકોલમાં પણ સ્વચ્છતાના અભાવે ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના અભાવ અને મચ્છરના બ્રીડિંગના પગલે આ બજાર સીલ કરી સોલિડ વેસ્ટ વિભાગ અને હેલ્થ વિભાગે સંયુક્ત કામગીરી બજાવીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.