આણંદ (ચરોતર)

પત્ની રિસાઈને ગઈ તો પતિ ઇલેક્ટ્રિક ટાવર પર ચઢ્યો, સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી

આણંદઃ આણંદના ગાના-દેવરાજપુરા ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. ગાના-દેવરાજપુરા ગામમાં એક પતિએ પત્નીના વિરહમાં હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના એવી છે કે, પત્ની રિસાઈને ઘર છોડીને જતી રહી તો પતિ 60 મીટર ઊંચા ઇલેક્ટ્રિક હાઈટેન્શન ટાવર પર ચઢી ગયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારીએ આ યુવકને મનાવીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.

આણંદના ગાના-દેવરાજપુરા ગામમાં બન્યો આ બનાવ

વિગતે વાત કરવામાં આવે તો, પત્ની થોડા સમય પહેલાં રિસાઈને ચાલી ગઈ હતી, જેના કારણે આ યુવકને મનમાં લાગી આવ્યું હતું. જેથી ગાના-દેવરાજપુરા ગામનો આ યુવક આવેલા આશરે 60 મીટર ઊંચા 400 કેવી ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનના ટાવર પોલ પર ચઢી ગયો હતો.

આ ઘટના મામલે લોકોએ સત્વરે આણંદ રૂરલ પોલીસ અને આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર ટીમે સૌથી પહેલા ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે યુવકને સહીસલામત રીતે ટાવર પરથી નીચે ઉતાર્યો હતો.

આણંદ રૂરલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

ફાયરબ્રિગેટની ટીમે આ યુવકને ઇલેક્ટ્રિક હાઈટેન્શન લાઈનના ટાવર પોલ પરથી નીચે ઉતારીને આણંદ રૂરલ પોલીસને સોંપી દીધી હતો. આણંદ રૂરલ પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી ત્યારે કારણ જાણવા મળ્યું છે. પત્ની રિસાઈને ગઈ હોવાની તેને આ પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ પત્ની પ્રત્યેને પ્રેમ છે કે, ગાંડપણ તે નથી સમજાતું. જો કે, પત્ની શા માટે ઘર છોડીને ગઈ હતી, તે મામલે હજી કોઈ વિગતો જાણવા મળી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button