આણંદ (ચરોતર)

કરમસદ રેલવે સ્ટેશનની 100 મીટરની દીવાલ પર સરદાર પટેલના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી

આણંદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કુલ ૧૦૩ સહિત ગુજરાતના ૧૮ પુનર્વિકસિત અમૃત રેલવે સ્ટેશન્સનું લોકાર્પણ કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આ રેલવે સ્ટેશનોની રૂ.૧૧૦૦ કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવા આણંદ જિલ્લાના કરમસદ રેલવે સ્ટેશનનો અંદાજે રૂ.7 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યો હતો.

આપણ વાંચો: મધ્ય રેલવેના ચાર સ્ટેશન પર મળશે આ સુવિધા, પ્રવાસીઓને થશે ફાયદો

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે આ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કરમસદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કરમસદ રેલવે સ્ટેશનની ૧૦૦ મીટરની દીવાલ પર સરદાર સાહેબના જીવનની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેકરમસદ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા સમારોહમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘મેઈક ઈન ઈન્ડિયા’ દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાંચો: સિસ્ટમથી ‘ફૂલપ્રુફ’ બનાવવાનો દાવો

રાજ્યપાલે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એક નવો યુગ શરૂ થયો છે. દેશની ચારે દિશામાં આજે તમામ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે. વંદે ભારત ટ્રેન આજે દેશની શોભા વધારી રહી છે.

આગામી સમયમાં ગુજરાત-મહારાષ્ટ્રને જોડતી બુલેટ ટ્રેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે. દેશમાં રોડ નેટવર્ક, એરપોર્ટ અને રેલવેનો આધુનિક વિકાસ કરવામાં આવી રહ્યો છે. ભાવિ પેઢીને આપણા ભવ્ય વારસાનો પરિચય સતત રહે તેથી દેશમાં રેલવે સ્ટેશનના વિકાસમાં પરંપરા, વિરાસત અને મહાનુભાવોના વારસાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button