અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….
અમદાવાદ: અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર યુવકે અકસ્માત સર્જ્યો છે. અહી નશામાં ધૂત થયેલા યુવકે બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી.
જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને પકડીને મેથીપાક પણ ચખાડ્યો હતો. અકસ્માત સર્જનાર યુવકની ઓળખ કરવામાં આવી છે. અકસ્માત કરનાર યુવક રીપલ પંચાલની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને ગુનો પણ નોંધ્યો છે.
અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પત્નીએ આ કેસને સંદર્ભે નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: વડોદરામાં કાર-કન્ટેનર વચ્ચે અકસ્માતઃ કાર સેન્ડવિચ થઈ છતાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ
આરોપીની પત્ની કાનન પંચાલે જણાવ્યું છે કે તે મહૂડી દર્શન કરવા ગઈ હતી. હાલ તેના પતિ રીપલ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે, વળી રીપલની માનસિક સારવાર પણ ચાલી રહી હોવાનું તેની પત્નીએ જણાવ્યું છે. આથી માનસિક તણાવ માટે આપવામાં આવતી દવાના ડોઝના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, વળી કાનન પંચાલે પતિ દારૂ પીતા હોવાનો પણ ખુલાસો કર્યો છે.
આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ
પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં આરોપી રિપલ પંચાલનો ગુનાહિત ભૂતકાળ હોવાનું પણ ખૂલ્યું છે. આરોપીએ ભૂતકાળમાં અનેક વખત કાયદાનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી શેન્કો વાલ્વ પ્રા. લિ.નો માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે.
આપણ વાંચો: આસામમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં આઠનાં મોતઃ ત્રણ ઘાયલ
શું કહ્યું ભોગ બનનાર પીડિતાએ?
આ અકસ્માતનો ભોગ બનનાર યુવતીએ જણાવ્યા મુજબ, તે ઓફિસ જઈ રહી હતી ત્યારે વૈભવી કારના ચાલકે તેને ટક્કર મારી હતી અને ઢસડી હતી. અકસ્માત સમયે કારચાલક નશામાં હતો અને તેને કંઈ ભાન ન હતું. તે અકસ્માત કર્યા બાદ કારમાં બેઠાં બેઠાં સિગારેટ પી રહ્યો હતો. તેણે ફરી કાર ચલાવી હતી અને ટાટા મોટર્સના શો રૂમ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.