ઔરંગઝેબને મદદ કરનારા એ શ્રીમંત ગુજરાતી વેપારી પાસે કેટલી હતી સંપત્તિ?

અમદાવાદઃ ભારતમાં અત્યારે ઔરંગઝેબની કબરને લઈને વિવાદ ચાલી રહ્યો છે, નાગપુરના સંભાજીનગરમાં આવેલી તેની કબરને તોડી પાડવાની માંગ અનેક લોકો દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે સરકાર પણ મુશ્કેલીમાં મૂકાઈ છે. અત્યારે ઓરંગઝેબ સાથે એક હિંદુ વેપારીની ચર્ચાએ જોર પકડ્યું છે.
વીરજી વોરા ભારતના જ નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા વેપારી હોવાના દસ્તાવેજ મળ્યાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વીરજી વોરાને સૌથી ધનવાન ભારતીય વેપારીમાં માનવામાં આવે છે. અમુક અંગ્રેજી અહેવાલો પ્રમાણે વીરજી વોરા પાસે 24,000 અબજ ડોલરની સંપત્તિ હતી.
આપણ વાંચો: ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસક બન્યો, અનેક પોલીસ કર્મી ઘાયલ, સીએમ ફડણવીસે શાંતિ જાળવવા અપીલ કરી
વીરજી વોરાની ગણના દુનિયાના સૌથી ધનવાન વેપારીમાં થતી
મીડિયા રિપોર્ટ પ્રમાણે મુગલોના કાળને ભારતીય અર્થતંત્રનો સુવર્ણકાળ માનવામાં આવ્યો હતો. જ્યારે એ સમય વીરજી વોરાને દુનિયાનો સૌથી ધનવાન વેપારી હતો. એ સમયે વીરજી વોરાની તુલના આજના એલોન મસ્ક અને મુકેશ અંબાણી સાથે કરવામાં આવે છે.
કારણ કે એ વખતે અંગ્રેજો અને મુગલ રાજાઓને વીરજી વોરા લોન આપતાં હતાં. એમની પાસે સંપત્તિની કોઈ જ કમી નહોતી. ઐરંગઝેબને પણ વીરજી વોરાએ ધિરાણ આપ્યું હતું. ઈતિહાસ એવું છે કે, ઔરંગજઝેબે જ્યારે વીરજી વોરા પાસે મદદ માંગી હતી ત્યારે તેમને પણ મદદ કરી હતી.
ઔરંગઝેબે પણ વીરજી વોરા પાસે મદદ માંગી હતી
ઓરંગઝેબે ભારતના અનેક રજવાડાઓ જીતને પોતાના હસ્તક કર્યાં હતાં. આ દરમિયાન ઔરંગઝેબ દક્ષિણ ભારતના દક્કન પ્રદેશને જીતવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનેક યુદ્ધો જીત્યા હતા એટલે આ પ્રદેશ જીતવા માટે તેની પાસે ધન ખૂટી ગયું હતું. જેથી ઔરંગઝેબ સુરતના વેપારી વીરજી વોરાનો સંપર્ક કર્યો હતો.
વીરજી વોરા પાસેથી મદદ લેવા માટે સંદેશ મોકલ્યો હતો. જોકે, વીરજી વોરાએ ઔરંગઝેબને કેટલી મદદ કરી હતી તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ ઇતિહાસકારો એવું લખ્યું હતું કે ચાર અરબી ઘોડા મોગલ બાદશાહને મોકલ્યાં હતાં.
ભારતના અનેક ક્ષેત્રોમાં વીરજી વોરાના વેપારી મથકો
ઇતિહાસકારો એવું પણ લખે છે કે, વીરજી વોરાએ અંગ્રેજોને પણ લોન પર નાણાં આપ્યાં હતાં. ભારતના અનેક ક્ષેત્રોમાં તેના વેપારી મથકો હતાં. વીરજી વોરાએ સોના-ચાંદી, ખાદ્ય પદાર્થો, મરી-મસાલા સાથે કાપડનો પણ વેપાર કર્યો હતો.
આપણ વાંચો: ઔરંગઝેબની કબરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો, સલમાનના બોડીગાર્ડની એન્ટ્રીને કારણે આશ્ચર્ય!
જેની સંપત્તિ તે વખતના ધનાઢ્ય શેઠમાં થતી હતી. વીરજી વોરાએ સુરતમાં ચોક્કસ આયાત પર પોતાનો અધિકાર સ્થાપ્યો હતો અને મસાલા, બુલિયન, હાથીદાંત, સીસું અને અફીણ સહિત વિવિધ પ્રકારની વસ્તુઓનો વેપાર કર્યો હતો
વીરજી વોરાને સંઘપતિ/સંઘવીનું બિરુદ પણ મળેલું
વીરજી વોરાના વ્યક્તિગત જીવનની વાત કરવામાં આવે તો, વીરજી શ્રીમાળી ઓસવાલ પોરવાલ જ્ઞાતિના હતા. વીરજી વોરાને સંઘપતિ/સંઘવીનું બિરુદ પણ મળેલું છે. આ બિરુદ સામાન્ય નેતાને આપવામાં આવ્યું હતું, જેણે મંદિર બનાવ્યું હોય અથવા મોટા પાયે તીર્થયાત્રાનું આયોજન કર્યું હોય.
વિરજી વોરા જથ્થાબંધ વેપાર તેમજ બેંકિંગ અને નાણાંનું ધિરાણ પણ કરતાં હતા. ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની બંનેને લોન આપી હોવાનું પણ ઇતિહાસકારો લખે છે.