
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નારણપુરા વિસ્તારમાં એક યુવતીએ ક્લિનિકમાં આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સુસાઈડ નોટના આધારે ગુનો નોંધ્યો હતો. યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ કારણે ભર્યું અંતિમ પગલું
મદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકમાં 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. યુવતીની જે યુવક સાથે સગાઇ થઇ હતી તેણે દુષ્કર્મ આચર્યા બાદ સગાઇ તોડી નાખતાં લાગી આવ્યું હતું. જેના પગલે યુવતીએ અંતિમ પગલું ભરી જીવનનો અંત આણ્યો હતો.
આપણ વાંચો: પરિવારને બે લક્ષ્મી આપી છતાં પુત્ર માટે ત્રાસ : પરિણીતાનો આપઘાત
પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ હાલમાં યુવકની શોધખોળ કરી રહી છે.