ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચ્યો કંઈક અલગ કેસ, 40 વર્ષની મહિલાએ માતા બનવાની કરી ઈચ્છા અને એ પણ…
અમદાવાદઃ ગુજરાતમાં એક મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પણ કારણ થોડું અલગ હતું. મહિલા અને તેમનો પતિ અલગ થવાના છે અને પતિએ છૂટાછેડા માટે અરજી કરી છે. મહિલાએ એવી માગણી કરી કે હું 40 વર્ષની છું અને મારી ઈચ્છા માતા બનાવી છે, આથી પતિ મને તેના સ્પર્મ ડોનેટ કરે. તેણે એમ પણ કહ્યું કે જો પતિના સ્પર્મ ન મળે તો તેમને બહારના ડૉનર લેવાની પરવાનગી આપાવમાં આવે.
જેથી તે IVF દ્વારા માતા બની શકે. મહિલાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે માતા બનવું તેનો અધિકાર છે. સમય જતાં તેની માતા બનવાની શક્યતાઓ ઘટી રહી છે.
આ પણ વાંચો: લો બોલો! બેનર પર પત્નીનો ફોટો જોયો તો આપી છૂટાછેડાની ધમકી!
મહિલાની અરજી સાંભળીને ન્યાયાધિશે પૂછ્યું કે શું તેના પતિ છૂટાછેડાનો કેસ દાખલ કર્યા પછી તેને મદદ કરવા તૈયાર થશે? કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આવા વ્યક્તિને સૂચના કેવી રીતે આપી શકાય, જેમણે પત્નીને છૂટાછેડા આપવા માટે કેસ દાખલ કર્યો છે. આવી સ્થિતિમાં, કોર્ટ તેને માતા બનવા માટે સ્પર્મ ડોનેટ કરવાની સૂચના કેવી રીતે આપી શકે.
ન્યાયાધીશે કહ્યું કે મહિલાએ પહેલા તેના બે કેસ (છૂટાછેડાનો કેસ અને દાંપત્ય અધિકારની પુનઃસ્થાપના)નો નીચલી કોર્ટમાંથી નિર્ણય લેવો જોઈએ. ન્યાયાધીશની આ ટિપ્પણી પછી પણ જ્યારે મહિલાના વકીલે હાઈકોર્ટ પાસે હસ્તક્ષેપ કરવા કહ્યું ત્યારે કોર્ટે કહ્યું કે તેના પતિ છૂટાછેડા માંગે છે, તેથી તે તેની પાસે મદદ માંગી શકે નહીં અને તેના બદલે તે પોતે કોઈ અન્ય દાતાનો સંપર્ક કરી શકે છે.