અમદાવાદ પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર પ્રવાસી વિશ્વાસ કુમાર હાલમાં ક્યાં છે અને કેવી હાલતમાં છે, જાણો નવી અપડેટ

દિવ: અમદાવાદમાં ગત મહિને 12 જૂનના એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત જે રહેણાંક વિસ્તાર પર પ્લેન પડી ભાંગ્યુ હતું ત્યાના 30 જેટલા સ્થાનિકો પણ આ ઘટનાના શિકાર બન્યા હતા. આ ઘટનામાં એક માત્ર વિશ્વાસ કુમારનો આબાદ બચાવ થયો હતો. લોકો આટલી મોટી ભયાવહ દુર્ઘટનામાંથી બચવા માટે વિશ્વાસ કુમારને નસીબદાર માને છે. પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ જ છે, દુર્ઘટનામાંથી બચેલા એક માત્ર વિશ્વાસ કુમાર રમેશ માનસિક આઘાતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ દુર્ઘટનામાંથી ચમત્કારિક રીતે બચી ગયા, પરંતુ તેમના ભાઈ અજયનું મોત થયું. વિશ્વાસ અને અજય દીવમાં પરિવારને મળ્યા બાદ લંડન પરત ફરી રહ્યા હતા. 12 જૂનના લંડન જવા માટે અમદાવાદથી ફ્લાઈટ બુકિંગ કરાવ્યુ હતું. આ એ ફ્લાઈટ જે ઉડતાની થોડી જ સેકન્ડમાં અમદાવાદના મેઘાણીનગરમાં પડી ભાંગી હતી. 40 વર્ષીય વિશ્વાસે આ ઘટનામાં પોતાના ભાઈ અજયને ગુમાવ્યો હતો. આ દુર્ઘટના બાદ અકસ્માતના પ્રત્યદર્શી વિશ્વાસ મોટા આઘાતમાં લાગ્યો હતો. જેમાંથી બહાર આવતા તેમને લાંબો સમય લાગશે.
માનસિક આઘાત અને સારવાર
એક મીડિયા સાથે વાત કરતા વિશ્વાસના સંબંધીએ જણાવ્યું કે, આ દુર્ઘટનાના દ્રશ્યો અને ભાઈના મોતથી વિશ્વાસને ઉડો આઘાત લાગ્યો છે. અકસ્માત બાદ તેની રાત્રે ગમે ત્યારે ઊંઘ ઉડી જાય છે, જે બાદ ફરી સુવામાં તેમને મુશ્કેલી આવે છે. અત્યારે તેની સારવાર મનોચિકિત્સક પાસે શરૂ કરવામાં આવી છે, અને તેને લંડન પરત જવા માટે હજુ સુધી કોઈ વિચાર કર્યો નથી. સનીએ કહ્યું કે વિશ્વાસ કોઈની સાથે વાત કરવા તૈયાર નથી, કારણ કે તેઓ આ દુઃખદ અનુભવથી બહાર આવી શક્યા નથી.
આપણ વાંચો: ગુજરાતમાં જૂનાગઢ માંગરોળ બ્રિજ તુટવા અંગે સરકારની સ્પષ્ટતા, બ્રિજ સલામતી ખાતર તોડવામાં આવ્યો
અંતિમ સંસ્કાર અને સમર્થન
17 જૂને વિશ્વાસને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી, અને તે જ દિવસે અજયના મૃત દેહ DNA પરીક્ષણ બાદ પરિવારને સોંપાવામાં આવ્યો. 18 જૂને વિશ્વાસે દીવના સ્મશાનઘાટમાં ભાઈના અંતિમ સંસ્કાર કર્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૉસ્પિટલમાં વિશ્વાસની મુલાકાત લઈ તેના હાલચાલ પૂછ્યા હતા.