
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. 3 જુલાઈ, 2025ના રોજ છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 219 મીમી એટલે કે આશરે 8.6 ઈંચ વરસાદ બનાસકાંઠાના વાડગામ તાલુકામાં નોંધાયો છે. ગત રાત્રે પાલનપુરમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુર તાલુકામાં 160 મીમી (6.3 ઈંચ) અને ત્રીજા ક્રમે પાલનપુરમાં 156 મીમી (6.1 ઈંચ) વરસાદ થયો છે. બનાસકાંઠાનું દાંતીવાડા (153 મીમી), તાપીનું વલોડ (143 મીમી), સુરતનું ઉમરપાડા (135 મીમી), અને સાબરકાંઠાનું ખેડબ્રહ્મા (128 મીમી) વરસાદ નોંધયો છે. અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પ્રભાવિત પણ થયાં છે.
ટોચના 10 સૌથી વધુ વરસાદી તાલુકાઓ
ક્રમ | જિલ્લો | તાલુકો | વરસાદ (મીમીમાં) | ઇંચમાં |
1 | બનાસકાંઠા | વાડગામ | 219 | 8.6 |
2 | મહેસાણા | વિજાપુર | 160 | 6.3 |
3 | બનાસકાંઠા | પાલનપુર | 156 | 6.1 |
4 | બનાસકાંઠા | દાંતીવાડા | 153 | 6 |
5 | તાપી | વલોડ | 143 | 5.63 |
6 | સુરત | ઉમરપાડા | 135 | 5.31 |
7 | સાબરકાંઠા | ખેડબ્રહ્મા | 128 | 5 |
8 | સુરત | મહુવા | 111 | 4.37 |
9 | સાબરકાંઠા | વડાલી | 110 | 4.3 |
10 | ડાંગ | સુબીર | 108 | 4.25 |
સૌથી ઓછો વરસાદ થયેલા 10 તાલુકાઓ
ક્રમ | જિલ્લો | તાલુકો | વરસાદ (મીમીમાં) | ઇંચમાં |
1 | ગાંધીનગર | ગાંધીનગર | 1 | 0 |
2 | મહીસાગર | ખાનપુર | 1 | 0 |
3 | બનાસકાંઠા | આમિરગઢ | 1 | 0 |
4 | મહીસાગર | લુણાવાડા | 1 | 0 |
5 | રાજકોટ | કોટડા સાંગાણી | 1 | 0.04 |
6 | છોટા ઉદેપુર | બોડેલી | 1 | 0.04 |
7 | છોટા ઉદેપુર | છોટા ઉદેપુર | 1 | 0.04 |
8 | વલસાડ | વલસાડ | 1 | 0.04 |
9 | ભાવનગર | ભાવનગર | 1 | 0.04 |
10 | ભરૂચ | ભરૂચ | 1 | 0.04 |
ભારે વરસાદના કારણે ગુજરાતના 15 ડેમ 100 ટકા ભરાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે તેની સાથે સાથે સુરત, તાપી અને ડાંગમાં પણ અતિભારે વરસાદ નોંધાયો છે. સિઝનના વરસાદની વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજયના અન્ય 206 જળાશયોમા સંગ્રહ 275624 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 49.38 % છે. અત્યારે 15 ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. 38 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાયેલા છે. 36 ડેમો એવા છે જે 50 ટકાથી 70 ટકા ભરાયા છે. જ્યારે અન્ય ડેમોમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી આવ્યું છે. 21 ડેમ હાઈ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ અને 20 ડેમ વોર્નીગ પર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…ગુજરાતમાં જૂન માસ સુધીમાં જ સિઝનનો 32 ટકા વરસાદ પડયો,10 વર્ષનો રેકોર્ડ તોડયો…