અમદાવાદ

જય કનૈયાલાલ કીઃ પશ્ચિમ રેલવેએ જન્માષ્ટમી નિમિત્તે પ્રવાસીઓને આપી આ ભેટ

અમદાવાદઃ ઑગષ્ટ મહિનો શરૂ થતા જ તહેવારો શરૂ થઈ જશે. ક્રિષ્ણજન્મ નિમિત્તે હજારો લોકો દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શને જાય છે ત્યારે રેલવેએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે ખાસ સુવિધારૂપી ભેટ આપી છે.

અમદાવાદ મંડળે (Ahmedabad railway mandal) આપેલી માહિતી અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવે ગુજરાતમાં દોડાવશે આ વધારાની ટ્રેન

આ ટ્રેનની વિગતો વિશે તમને જણાવીએ તો ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 25 ઓગસ્ટ 2024 (રવિવાર) ના રોજ અમદાવાદથી સવારે 07:45 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ ઓખાથી સવારે 05:30 કલાકે ઉપડશે તથા એ જ દિવસે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ હશે. આ ટ્રેનનું બુકિંગ 31મી જુલાઈથી શરૂ થઈ જશે તો જો આ વર્ષે લાલાનો જન્મદિવસ દ્વારીકાનગરમાં ઉજવવા માગતા હો, તો ઝટપટ કરજો બુકિંગ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button