અમદાવાદ

ગુજરાતમા ભરઉનાળે પાણીનો કકળાટ, આ શહેરમા આવતીકાલે પાણીકાપ…

અમદાવાદ : ગુજરાતમા આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતની શરૂઆત થવા લાગી છે. જેમા મળતી માહિતી મુજબ રાજકોટમા 8 એપ્રિલના રોજ પાંચ વોર્ડના પાણી કાપ મૂકવામા આવ્યો છે. જેના પગલે લોકોના રોષની લાગણી ફેલાઇ છે.

1 લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે

મળતી માહિતી મુજબ રાજકોટમાં 8 એપ્રિલે પાંચ વોર્ડમાં એક સાથે પાણીનો કાપ રહેશે. જેમા વોર્ડ નંબર 8,10,11,12અને 13ના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સુનની કામગીરી કરવાની હોવાથી પાણીનો કાપ મુકવામાં આવશે. , રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે 1 લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે.

આ પણ વાંચો: રાજકોટમાં ઉનાળામા 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે

વૈકલ્પિક વ્યવસ્થાની લોકોની માગ

રાજકોટ મહાનગરપાલિકાએ ભરઉનાળે પ્રિ- મોન્સુન કામગીરી માટે પાણી કાપ મૂક્યો હોવાનો ખુલાસો કર્યો છે. જોકે, કોર્પોરેશનના નિર્ણયથી આ વિસ્તારના લોકોના રોષ છે. તેમજ આક્ષેપ મૂક્યો હતો કે લોકોને અગાઉથી જાણ કર્યા વિના આવી કામગીરી કરવામાં આવે છે. જેના પગલે ઉનાળામાં લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. તેમજ આ અંગે કોર્પોરેશને કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button