પાણી પહેલા પાળઃ AMCએ બહાર પાડી SoP, ખૈલેયાઓએ ખાસ વાંચવી | મુંબઈ સમાચાર
અમદાવાદ

પાણી પહેલા પાળઃ AMCએ બહાર પાડી SoP, ખૈલેયાઓએ ખાસ વાંચવી

અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે. માં અંબા આરાધનાનો તહેવાર નજીક આવતાની સાથે અમદાવાદ સહિત ગુજરાતમાં નવા જોશ અને ઉમંગનો ઉમેરો થયો છે. ઠેર ઠેર ગરબાને લઈ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. પાર્ટી પ્લોટ સહિત સોસાયટી વગેરેમાં ગરબાને લઈ પૂરજોસમાં આયોજન બધ્ધ કામ ચાલી રહ્યું છે. ત્યારે નગરપાલિકા તંત્રે પણ ગરબાને લઈ કડક SOP જાહેર કરી છે. જેમાં ગરબાના આયોજન માટે ફાયર સર્ટિફેકટ ફરજિયાત લેવું પડશે. આ ઉપરાંત ગરબા આયોજકે આયોજનના સ્થળે બહાર નીકળવા માટે બે ઈમરજન્સી એકિઝીટ રાખવા પડશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આગામી નવરાત્રિ પર્વના સંદર્ભમાં 32 મુદ્દાની SOP જાહેર કરી છે.

ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત

આ SOPમાં લોકોની સલામતીના મુદ્દાને મહત્વ અપાયુ છે. નવી માર્ગદર્શિકા મુજબ, ગરબા આયોજક ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી ઈવેન્ટ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાનું પાલન નહીં કરનારા આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે કહ્યું કે, અમદાવાદ જેવા શહેરોમાં લાખો લોકો નવરાત્રિના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખી આ SOPનો ફરજિયાત આયોજકોએ અમલ કરવાનો રહેશે.

SOPમાં કઈ-કઈ મહત્વની જોગવાઈ છે

  • આયોજકોએ મંડપ-પંડાલ સ્કૂલ, હોસ્પિટલ કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દુર બનાવવાના રહેશે.
  • ફાયર વિભાગના વાહનો અવરજવર કરી શકે એ માટે રોડ-રસ્તા ખુલ્લા રાખવા પડશે.
  • ઈમરજન્સી એકિઝીટ પરસ્પર વિરૂધ્ધ દિશામા રાખવા પડશે.
  • સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાના રસ્તાનુ અંતર 15 મીટરથી વધુ હોવુ ના જોઈએ.
  • મંડપમાં જનમેદનીને સુચના આપવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ ફરજિયાત રાખવી પડશે.
  • પંડાલ કે પંડાલ બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી, પદાર્થ કે પ્રવાહી રાખી શકાશે નહીં.
  • હંગામી મંડપથી દુરના અંતરે ઈલેકટ્રિક જંકશન બોર્ડ પાઈલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.
  • સ્ટ્રકચરની અંદર અને બહાર નો સ્મોકીંગ ઝોન, એકિઝીટ, ઈમરજન્સી એકઝિટ સરળતાથી વાંચી શકાય એ રીતે ઓટો ગ્લોવ મટિરીયલમાં સાઈન લગાવવા પડશે.
  • બે ફાયર એક્ષટીંગ્યુશર 6 કિલોની ક્ષમતાના, બે સી.ઓ.ટુ ફાયર એક્ષટીંગ્યુશર, 4.5 કિલોગ્રામ ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાંકીને રાખવા, રેતી ભરેલી બે ડોલ મંડપ પ્રિમાઈસીસમા રાખવી પડશે.
  • સ્ક્રીન હોય તો ફરજિયાત તેમા ફાયર સેફટી અંગે ફિલ્મ પ્રદર્શિત કરવાની રહેશે.

આપણ વાંચો:  ટ્રાફિક દંડની રૂા. 148.80 કરોડની રકમ ગુમ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button