ભાજપના નેતા વરુણ પટેલ અને હાર્દિક પટેલ સામસામે! વિરમગામની દુર્દશા કોણે કરી?

વિરમગામ, અમદાવાદઃ વિરમગામમાં રસ્તાઓ અને ગટર મામલે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. હાર્દિક પટેલ જે પોતે વિરમગામના ધારાસભ્ય છે તેમણે પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. વિરમગામની ઉભરાતી ગટરો મામલે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. ધારાસભ્ય ખૂદ પોતાના વિસ્તારમાં કામ નથી કરાવી શકાતા? આવા પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. ભાજપ નેતા વરુણ પટેલ અને હાર્દિક પટેલ અત્યારે વિરમગામના વિકાસ મુદ્દે સામસામે આવી ગયાં છે. એકબીજા પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યાં છે.
વિરમગામની દુર્દશા માટે કોણ જવાબદાર?: વરૂણ પટલે
ભાજપ નેતા વરૂણ પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ હાર્દિક પટેલ પર આક્ષેપો કર્યાં છે. વરુણ પટેલે લખ્યું કે, ‘વિરમગામની ઐતહાસિક પ્રથમ વાર આવી દુર્દશાનું અંદાજિત 45 કરોડ જેટલા રૂપિયા સરકારમાંથી આવ્યાં, 45 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી આ ઐતહાસિક વિકાસનો જવાબદાર કોણ?’. આ સાથે હાર્દિક પટેલનું નામ લીધા વગર પણ અનેક આક્ષેપો કર્યાં છે. ભાજપ નેતાની આ પોસ્ટના કારણે અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. ભાજપના નેતા વરુણ પટેલે પોતાની પોસ્ટમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના રસ્તાઓ, ઉભરાતી ગટરો અને 45 કરોડ રૂપિયાના વિકાસ મામલે ભાજપનાજ ચૂંટાયેલા ધારાસભ્ય સામે સવાલ કરીને નિશાન તાક્યું છે. જેથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યપ્રધાનને શા માટે પત્ર લખ્યો?
જ્યારે મહત્વની વાત એ છે કે, હાર્દિક પટેલે મુખ્યપ્રધાનને જે પત્ર લખ્યો તેમાં લખ્યું કે, ‘મુખ્ય પ્રધાન દ્વારા જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને 11 અંડર ગ્રાઉન્ડ લાઈનના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમાં આજે 7 મહિના બાદ 1 ટકા કામ થયું નથી. જેથી વિરમગામમાં રસ્તા અને ગટરની સમસ્યાનું જો ઝડપી નિરાકરણ નહી આવે તો ના છુટકે ઉપવાસ આંદોલન કરશે’. આખરે ગુજરાતમાં ભાજપ સરકારમાં શું રંધાઈ રહ્યું છે? વિવાદના વંટોળ કેમ વધી રહ્યાં છે. આ મામલે શું હવે કાર્યવાહી કરવામાં આવશે? કેમ ભાજપના જ નેતાઓ એકબીજા સામે લડી રહ્યાં છે. શું આ 2027ની વિધાનસભી ચૂંટણી માટે મથામણ ચાલી રહી છે? સંભાવનાઓ બધી જ છે પરંતુ ચોક્કસ કઈ કહી શકાય નહી. કારણ કે, ધારાસભ્ય મુખ્ય પ્રધાનને પત્ર લખે છે અને ભાજપ નેતા ખૂબ પાર્ટીના જ નેતા સામે આક્ષેપો કરી રહ્યાં છે.
આ પણ વાંચો…ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આંદોલનની ચીમકી, પોતાની જ સરકાર સામે કેમ માંડ્યો મોરચો ?