ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના એફડીઆઈ સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાત 69 બિલિયન યુએસ ડોલરના એફડીઆઈ સાથે મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વિવિધ રાજદ્વારીઓ અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરતા જણાવ્યું કે, 69 બિલિયન યુએસ ડોલરના એફ.ડી.આઈ. અને નિકાસમાં 27 ટકાના યોગદાન સાથે ગુજરાત સુદ્રઢ વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલી સંવાદ બેઠકમાં 45 જેટલા રાષ્ટ્રોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસરઃ મુખ્ય પ્રધાન

મુખ્ય પ્રધાને આ સંવાદ બેઠકમાં કહ્યું કે, વડા પ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધીને હવે ન્યુ એઈજ ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ અગ્રેસર છે. તેમણે ઉમેર્યું કે, એ.આઈ., સ્પેસટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, ઈ.વી. અને ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સના ઉદ્યોગોના કેન્દ્ર સાથે ગુજરાત દેશનું પથપ્રદર્શક રાજ્ય બન્યું છે.

ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ

મુખ્ય પ્રધાને જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં ગુજરાત ગ્રોથ, સ્ટેબિલિટી અને ઓપોર્ચ્યુનિટીઝનું ઉજ્જવળ પ્રતીક અને વૈશ્વિક રોકાણકારો માટે એક ટ્રસ્ટેડ પાર્ટનર પણ છે. નીતિ આધારિત શાસન, રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ અને સુગ્રથિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો 18 ટકા ફાળો

મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગુજરાતની સ્ટ્રેન્થ છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો, 49 પોર્ટ્સ અને પીએમ ગતિશક્તિ અન્વયે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે લોજિસ્ટિક્સ અને નિકાસમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં, ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાનો ફાળો આપે છે.

વીજીઆરસીની ભૂમિકા આપતાં મુખ્ય પ્રધાને કહ્યું કે, આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિસ્તૃત કરશે, એમએસએમઈને સશક્ત બનાવશે અને પ્રાદેશિક રીતે સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે. તેમણે રાજદ્વારીઓ અને ભાગીદાર દેશોને વીજીઆરસી થીમ, “પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ” સાથે અનુરૂપ અને ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇકોનોમીઝના નિર્માણમાં ગુજરાત સાથે સહભાગી થવા તેમજ વેપાર, રોકાણ, ટેકનોલોજી, અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સાથે આગામી રિજનલ કોન્ફરન્સીસમાં ભાગ લેવા માટે રાજદ્વારી સમુદાયને ઉષ્માભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ વાંચો….દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મેગા ઇવેન્ટ: ‘વાઇબ્રન્ટ ગુજરાત’ માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button