વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી 11 દિવસે ઝડપાયો
અમદાવાદઃ વલસાડ જિલ્લામાં બી. કૉમના સેકન્ડ વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે અગિયાર દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી સામે અગાઉથી ચોરી, લૂંટફાટ અને મારપીટના દસથી વધુ મામલા નોંધાયેલા છે.
14 નવેમ્બરે વલસાડ જિલ્લાના પારડી તાલુકા સ્થિત મોતીવાલા રેલવે ફાટક પાસે એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો હતો. વિદ્યાર્થિની ટ્યૂશનથી પરત આવી રહી હતી ત્યારે અચાનક ગુમ થઈ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ હતી.
આપણ વાંચો: આણંદમાં ભાજપના નેતાએ પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ, પાર્ટીમાંથી સસ્પેન્ડ
રેલવે સ્ટેશનથી પકડાયો
વલસાડ પોલીસે અજાણ્યા આરોપી સામે મામલો નોંધી તપાસ શરૂ કરી હતી. આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી અને તેના માટે 10 અલગ અલગ ટીમ બનાવી હતી. આરોપી હરિયાણાનો હોવાની માહિતી મળ્યા બાદ ત્યાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પણ કોઈ ભાળ મળી નહોતી.
જે બાદ પોલીસે વલસાડ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર શંકાસ્પદો પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આખરે આરોપી રેલવે સ્ટેશન પરથી પકડાયો હતો. પૂછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આપણ વાંચો: મીરા રોડમાં બિલ્ડિંગની ટેરેસ પર બાળકીસાથે દુષ્કર્મ: આરોપી યુપીમાં પકડાયો…
આરોપી કઈ રીતે ઝડપાયો?
પોલીસને પહેલા જાણકારી મળી હતી કે આરોપી હરિયાણાનો રહેવાસી છે અને તપાસમાં એવું પણ સામે આવ્યું કે ઓળખ છુપાવવા રેલવે ટ્રેક પાસે ખાલી બેગ અને કપડાં ફેંકી દીધા હતા.
જે બાદ પોલીસે રેલવે ટ્રેક અને નજીકના પાર્કિંગ કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક બેગ લટકાવતો અને કપડાં પહેરેતો જોવા મળ્યો હતો. પોલીસે તેની ઓળખ કરીને અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.
આપણ વાંચો: રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ: ધર્મના માનેલા ભાઈએ જ ભાણી પર આચર્યું દુષ્કર્મ
આરોપીનો છે ગુનાહિત ઈતિહાસ
ધરપકડ બાદ પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે તે અનેક ગુનામાં સામેલ છે. તેના પર ચોરી, લૂંટફાટ, મારપીટના 10થી વધારે ગુના પોલીસ રાજ્યોમાં નોંધાયેલા છે.
આરોપી ખાસ કરીને રાતના સમયે ટ્રેનમાંથી મુસાફરોનો કિંમતી સામાન ચોરત હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેણે 10 હજારની કિંમતના વિદેશી કંપનીના શૂઝ પહેર્યા હતા. તેણે આ શૂઝ ટ્રેનમાંથી ચોરી કરી હોવાની આશંકા છે.