ગુજરાતમા મેડિકલ ક્ષેત્રે AIનો ઉપયોગ; ડિજિટલ ICUથી લઈને રોબોટિક લિનિયર એક્સલેટર મશીનનો ઉપયોગ

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલના ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. કાઈઝન હોસ્પિટલ 100 રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ (જી.આઈ.) સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે તેની ઉજવણીના પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું.
આપણ વાંચો: અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની 1200 હોસ્પિટલે કેશલેસ સુવિધા બંધ કરી, વીમા ધારકો થશે પરેશાન
ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીને પ્રોત્સાહન
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે. ગુજરાતમાં 2013માં જ રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી હતી.
હવે મેડિકલ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયનો જમાનો છે. ગુજરાતમાં વિવિધ તબક્કે હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વિનિયોગની તકો રાજ્ય સરકારે વિકસાવી છે.
આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, કેન્સર હોસ્પિટલમાં 95 કરોડના ખર્ચે અત્યાધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ – રોબોટિક લિનિયર એક્સલેટર મશીન સરકારે વસાવ્યું છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં પણ 2022થી રોબોટીક્સ સર્જરી શરૂ કરવામાં આવી છે.
આપણ વાંચો: સાબરમતી આશ્રમમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા…
મેડીકલ ક્ષેત્રમાં AIનો ઝડપથી ઉપયોગ
તેમણે કહ્યું કે, મેડીકલ ક્ષેત્રમાં પણ એ.આઇ.નો ખૂબ જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. એ.આઇ. અને ટેલીમેડીસીનના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડીકલ સેવાઓ પહોંચી છે.
એ.આઇ.ના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી મળી રહે છે, અને ડોક્ટર્સને પણ ક્લીનિકલ ડિસિઝન સપોર્ટ મળી રહે છે એટલે દર્દીની સારવાર કરવામાં લાગતો સમય ઘટે છે. ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે.
AI આધારિત ડિજિટલ ICU
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે આ પ્રકારનું એ.આઇ. આધારિત ડિજિટલ ICU યુ.એન. મહેતા ખાતે શરૂ કર્યું છે. ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત કર્યું છે, તેમાં પણ હેલ્થ સેક્ટરના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીએ છીએ.
તેમણે આગળ કહ્યું હતું કે દેશમાં મેડીકલ કોલેજોની સંખ્યા 319થી વધીને 703 થઈ છે. MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં મેડિકલ સીટો 85 હજારમાંથી 1 લાખ 68 હજાર થઈ છે. દેશમાં 22 એમ્સ કાર્યરત છે.