અમેરિકામાં ગુજરાતીને 27 કરોડની છેતરપિંડી બદલ કોર્ટે ફટકારી આ સજા

અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીને મલ્ટિ મિલિયન ડોલર સ્કેમમાં દોષી જાહેર થવા બદલ કોર્ટે ચાર વર્ષ કેદની સજા ફટકારી હતી. મૂળ ઉત્તર ગુજરાતનો 37 વર્ષીય હાર્દિક જયંતિલાલ પટેલ ભારતથી કોલ સેન્ટર ઓપરેટ કરીને અમેરિકાના વૃદ્ધ નાગરિકોને છેતરતો હતો. કોર્ટે આરોપીને 3.2 મિલિયન ડોલર (આશરે 27.36 કરોડ રૂપિયા) 85 પીડિતોને પરત કરવાનો પણ હુકમ કર્યો હતો.
અમેરિકાના સત્તાધીશોના જણાવ્યા મુજબ, હાર્દિક પટેલ માત્ર એકલો નહોતો. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ મળેલા હતા. જેઓ રૂપિયા ઉઘરાવતા હતા. હાર્દિક આ ગેંગનો લીડર હતો. તેણે માર્ચ થી નવેમ્બર 2019 દરમિયાન અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા. તેઓ લોકોને ગેરકાયદે કામ કરતા હોવાનો ઈમેલ મળ્યો હોવાનું અને તે બદલ કાર્યવાહી નહીં કરવાનું કહી પૈસા ઉઘરાવતા હતા.
હાર્દિક 2023માં દોષિ જાહેર થયો હતો. અમેરિકાના ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશે તેને 46 મહિનાની જેલની સજા ફટકારી હતી. તેની સજા પૂરી થયા બાદ તેને પરત મોકલી દેવામાં આવશે. આ ઉપરાંત તેણે સોહિલ વોહરા સાથે પણ ભાગીદારી કરી હતી. સોહિલ પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તેણ 2019 અને 2020માં રોકડથી ભરેલા અનેક પાર્સલ રિસિવ કર્યા હતા. આ છેતરપિંડી નેટવર્કમાં અનેક લોકો સામેલ હતા. તેમ છતાં ટેક્સાસની સાઉથર્ન ડિસ્ટ્રીક્ટ કોર્ટ માત્ર હાર્દિક પટેલને જ ગુનેગાર જાહેર કર્યો હતો.
આ પણ વાંચો…અમેરિકામાં ગુજરાતીની હત્યા; મૂળ મહેસાણાનાં પિતા-પુત્રી પર કરાયું ફાયરીંગ…