અમદાવાદ

અમદાવાદમાં બાંધકામ મંજૂરીઓ માટે નહીં ખાવા પડે ધક્કા, AMC લાવશે વન-સ્ટોપ ‘અર્બન હાઉસ’

અમદાવાદ: શહેરમાં કોઈપણ જગ્યાએ બાંધકામ શરૂ કરતા પહેલા ઘણી મંજૂરીઓ મેળવવી પડે છે. જેના માટે જુદીજુદી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. આવા ધક્કા ન ખાવા પડે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા બાંધકામ સંબંધિત પ્રશ્નો અને સેવાઓ માટે વન-સ્ટોપ સોલ્યુશન વિકસાવવાની યોજનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

AMCની આ યોજના હેઠળ એક છતની નીચે વ્યવસાયિકો અને રહેવાસીઓના પ્રશ્નોનું સમાધાન અને વિવિધ સેવાઓ આપવામાં આવશે. વન-સ્ટોપ સોલ્યુશનનો હેતુ વિવિધ ટાઉનપ્લાનિંગ, ડેવલપમેન્ટ મંજૂરીઓ અને અન્ય બાંધકામ સંબંધિત સુવિધાઓ એક છત નીચે આપવાનો છે. આ ‘અર્બન હાઉસ’ ટાઉન પ્લાનિંગ મેપ, ડેવલપમેન્ટ મંજૂરી, AMC પ્લોટ ફાળવણી, પાર્ટ પ્લાન અને ઝોનિંગ પ્રમાણપત્ર તથા પ્લોટ અને બેટરમેન્ટ ચાર્જ અંગેના સત્તાવાર મંતવ્યો જેવી સેવાઓનું સીધુ ઍક્સેસ આપશે.

તમામ સુવિધાઓને એક જગ્યાએ ઉપ્લબ્ધ કરાવવા માટે એલિસબ્રિજ પાસેના NCC રોડથી નગરી હોસ્પિટલ સુધીના રસ્તા પર 96 કરોડના ખર્ચે અઢી વર્ષ સુધીમાં ‘અર્બન હાઉસ’ નામની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. ‘અર્બન હાઉસ’ દ્વારા, વિકાસ સંબંધિત બધી સેવાઓ એક જ સ્થાને ઉપલબ્ધ થશે, જેનાથી અરજી પર કામ કરવાની પ્રક્રિયા ઝડપી અને વધુ કાર્યક્ષમ બનશે. આ બિલ્ડિંગમાં બે બેઝમેન્ટ હશે. જેમાં 140 ફોર-વ્હીલર્સ અને 1184 ટુ-વ્હીલર્સ પાર્ક કરી શકાય એવી પાર્કિંગની સુવિધા હશે. જે મુલાકાતીઓ અને સ્ટાફના વાહનો માટે પૂરતી જગ્યા પૂરી પાડશે.

આ પણ વાંચો….હાથીજણની ઘટના બાદ AMC જાગ્યું, પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરો તો થશે કડક કાર્યવાહી

સંબંધિત લેખો

Back to top button