અમદાવાદ

પોલીસ ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર; બીજા ફેઝમાં થશે 14283 જગ્યાઓ પર ભરતી

અમદાવાદ: રાજ્યમાં પોલીસ ભરતીને મુદ્દે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી.

આ મામલે આજે 14 ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલે બાકી રહેલી બીજા ફેઝની પોલીસ ભરતી તેમજ હાલ ચાલી રહેલી પોલીસ ભરતીની પરીક્ષાને મુદ્દે જણાવ્યું હતું.

આપણ વાંચો: સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો

પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુનાવણી

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. જે મામલે આજે 14 ફેબ્રુઆરીના રોજ હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આ સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે, “પોલીસ ભરતીમાં બાકી રહેલી 14283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાની ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે તેવું જણાવ્યું. જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે યોજાશે, જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરાશે.’

આપણ વાંચો: ખાખી માટે દોડ! આજથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ…

11 હજાર કરતાં વધુ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત

ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસમાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. જે પૈકી પ્રથમ ફેઝમાં 11 હજાર કરતાં વધુ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને હાલ તેની શારીરિક કસોટી ચાલી રહી છે.

મે મહિના સુધીમાં લેખિત પરીક્ષા પૂર્ણ

આપણ વાંચો: અગ્નિવીરોને UP અને MP સરકાર આપશે પોલીસ ભરતીમાં અનામતનો લાભ

તેમણે જણાવ્યું હતું કે આ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવારોએ અરજી કરી છે, તે પૈકી 7.45 લાખ જેટલા ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ મે, 2025 સુધીમાં લેખિત પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને જુલાઈ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ થશે.

બીજા ફેઝની ભરતી પ્રક્રિયાની આપી માહિતી

આ ઉપરાંત સરકારી વકીલે કોર્ટ સમક્ષ બીજા ફેઝની ભરતી અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘પ્રથમ ફેઝને બાદ કરતાં અન્ય બાકી રહેતી 14283 જેટલી જગ્યાઓ માટેની બીજા ફેઝની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ ભરતી અંગેની જાહેરાત આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવામાં આવશે, જ્યારે સપ્ટેમ્બર 2026માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. પોલીસ ભરતીને કેલેન્ડરની ટાઇમલાઇન પ્રમાણે કરવા માટે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું અને વધુ સુનાવણી આગામી 11 એપ્રિલના રોજ કરાશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button