નોકરી છોડવાનો અનોખો અંદાજ: રાજીનામાનો વીડિયો થયો વાયરલ | મુંબઈ સમાચાર

નોકરી છોડવાનો અનોખો અંદાજ: રાજીનામાનો વીડિયો થયો વાયરલ

અમદાવાદ: કોઈ પણ સંસ્થા સાથે કામ કરતા કર્મચારી માટે પોતાના સંબંધ સાથે નોકરીનો અંત લાવવો ઘણી વખત કપરો નિર્ણય પણ સાબિત થઈ શકે છે. પરંતુ ઘણી વખત અગમ્ય કારણો સર પણ કર્મચારીને રાજીનામા જેવો નિર્ણય કરવો પડતો હોય છે. જ્યારે પણ કર્મચારી એક નોકરી છોડવાનો નિર્ણય કરે, ત્યારે તેણે રાજીનામામાં નિર્ણય પાછળનું વાજબી કારણ દર્શાવવું પડે છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક અનોખા રાજીનામાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોની ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. જે જોઈને લોકો હસીહસીને લોટપોટ થઈ રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં વ્યક્તિનો રાજીનામાનો પત્ર બતાવવામાં આવ્યો છે. આ ઈમેલનો વિષય છે ‘રિઝાઈન લેટર’. આ મેઈલના બોડી પેરેગ્રાફમાં લખવામાં આવ્યું છે, કે હું કાલથી ઓફિસ નહીં આવું. રમુજની વાત એ છે કે, કર્મચારીએ નોકરી છોડવાના કારણમાં તેમણે ખેતરની જમીનમાંથી હાઈવે પસાર થવાનું લખ્યું છે. આટલું જ લખીને આ વ્યક્તિએ પોતાનો રાજીનામા પત્ર પૂરો કરી દીધો. આ સરળ અને અનોખા રાજીનામાને જોઈને લોકોએ મજાકની કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે.

આ વીડિયો પર લોકો “ભાઈની લોટરી લાગી ગઈ” જેવી કોમેન્ટો લખી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, “આને તો હવે મોટું મુઆવઝું મળવાનું છે!” જ્યારે એક વ્યૂયરે મજાકમાં લખ્યું કે, “આ બંદો હવે પોતાની કંપની ખોલશે.” આ વીડિયો એ દર્શાવે છે કે આજના ડિજિટલ યુગમાં લોકો પોતાના રાજીનામા પત્રોમાં પણ સર્જનાત્મકતા દાખવી રહ્યા છે. સામાન્ય રીતે રાજીનામા પત્રો ઔપચારિક અને લાંબા હોય છે, પરંતુ આ વ્યક્તિએ ટૂંકું અને મનોરંજક રાજીનામું લખીને બધાનું ધ્યાન ખેંચ્યું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button