અમદાવાદ

અમિત શાહે ગુજરાતમાં કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર: રાહુલ બાબા થાકશો નહીં, હજી બંગાળમાં પણ હારવાનું છે…

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસે આવેલા છે. અમદાવાદના પશ્રિમ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ખાડો ખોદ્યા વિના તૈયાર થયેલી 27 કિમી લાંબી ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને ભારતના અનેક રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે, હમણાં બિહાર વિધાનસભાની ચૂટંણીમાં પણ કોંગ્રેસની હાર થઈ હતી. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન ફરી અમિત શાહે કટાક્ષ કર્યો અને કહ્યું કે, કોંગ્રેસને હજી હારનો સામનો કરવાનો છે.

અમિત શાહનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ

આ પ્રસંગે અમિત શાહે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડા પ્રધાન બનશે, સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી’ આ સાથે 2029માં પણ નરેન્દ્ર મોદીની જ સરકાર બનશે, પરંતુ રાહુલ ગાંધી અંગે જે કટાક્ષ કર્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમિત શાહે વિપક્ષની ટીકા કરતા ઉમેર્યું હતું કે, જે બાબતો જનતાને ગમે છે તમે હંમેશાં તેનો જ વિરોધ કરો છો તો પછી જનતા તમને મત ક્યાંથી આપે? અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પ્રધાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.

2029માં ફરી સત્તામાં આવવાનો આશાવાદ

નિવેદનની વિગતે જોઈએ તો અમિત શાહે કહ્યું કે, ‘જનપ્રતિનિધિ એની જવાબદારી અને જનતા માંગણી કરે કે ના કરે તેની સમસ્યાનું નિવારણ આ અદ્ભૂત કાર્ય સંસ્કૃતિ નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં ઊભી કરી સમગ્ર દેશમાં ફેલાવી છે’. રાહુલ ગાંધી પર કટક્ષા કરતા કહ્યું કે, ‘રાહુલ ગાંધી આ સમજવાની જગ્યાએ એસઆઈઆર સમજવામાં પડી ગયાં છે. જે એમનું કામ નથી. રાહુલ બાબા હજી તમે થાકી ના જાઓ હારથી, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું છે, એ નક્કી કરીને રાખજો. 2029માં પણ ફરી મોદીના નેતૃત્વમાં ભારતીય પાર્ટીની સરકાર બનશે’.

કોંગ્રેસ શા માટે વાંરવાર હારનો સામનો કરે છે?

અમિત શાહે કહ્યું કે, વારંવાર ચૂંટણીઓમાં કોંગ્રેસ વિકાસના રાજકારણ કરતાં કાનૂની તકનીકી બાબતોને પ્રાથમિકતા આપે છે, જેના પરિણામો તેમની સામે છે. જ્યારે ભાજપે વિશ્વાસ અને સંવેદનશીલ શાસન દ્વારા વારંવાર જનાદેશ જીત્યો છે. કોંગ્રેસની વારંવાર હાર થઈ રહી છે તેના કારણે અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે. કોંગ્રેસ વારંવાર એવી જ નીતિઓનો વિરોધ કરે છે જે લોકોના ફાયદા માટે બનેલી હોય છે. આમાં રામ મંદિરનું નિર્માણ, પાકિસ્તાન પર હુમલો, બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી 370ને હટાવવી અને કાશીમાં મંદિરનું નિર્માણ કરાવ્યું તેનો કોંગ્રેસ વિરોધ કર્યું છે, જેથી અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં હતાં.

આપણ વાંચો:  30 કલાકમાં 24 ભૂકંપના આંચકાઃ કચ્છમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય, શું આ મોટા ભૂકંપની પૂર્વ ચેતવણી છે?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button