કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shahએ કહ્યું, વકીલાત માત્ર વ્યવસાય નહીં પણ સંવિધાન મજબૂત કરવાની પણ ફરજ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા પ્રધાન અમિત શાહ(Amit Shah)અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ઐતિહાસિક છે.
આજે 11 હજાર યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવવાના છે અને બીજી રીતે આટલી વિશાળ સંખ્યામાં વકીલોને એક છત નીચે એકત્રિત કરવા એ પણ એક ઇતિહાસ જ છે.
આપણ વાંચો: હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….
તેઓએ ધારાશાસ્ત્રીઓને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આજથી આપ સૌ જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ માત્ર વ્યવસાય નહીં બલ્કે પવિત્ર ફરજ છે. સંવિધાન અને લોકતંત્રને મજબૂત કરવાની અને દેશની 140 કરોડ જનતાના શરીર, સંપત્તિ અને સન્માનની રક્ષાના સંવિધાન દત્ત અધિકારોને નિર્વહન કરવાની ફરજ એક ધારાશાસ્ત્રી તરીકે આપ સૌએ નિભાવવાની છે.
આપણા સંવિધાને 75 વર્ષ પૂર્ણ કર્યા
તેમણે ઉમેર્યું હતું કે, આપણા સંવિધાને 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને એવા સમયે સંવિધાનના રક્ષણની પ્રક્રિયા સાથે જોડાવા જઈ રહ્યા છો. ભારતની સંસદે આ જ વર્ષે અપરાધિક ત્રણેય કાયદાઓમાં આમૂલચૂર પરિવર્તન કરી નવા કાયદાઓ અપનાવ્યા છે.
આપણ વાંચો: Delhi Police કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ એક્શનમાં…
આઝાદી આંદોલનના સમયનો અભ્યાસ કરીએ તો લાલા લજપતરાય, બાલગંગાધર તિલક, મહાત્મા ગાંધી, ભુલાભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રબાબુ હોય કે ડૉ આંબેડકર હોય આ બધાજ આઝાદીના આંદોલનના લડવૈયાઓ પોતે વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા. દૂરદર્શી, પારદર્શી અને સર્વ સમાવેશી સંવિધાન આપણા પૂર્વજોએ બનાવ્યું છે.
નાગરિકોના અધિકારને બચાવવાનું કાર્ય કર્યું
તેમણે વધુમાં જણાવ્યું કે, આપ સૌ જે વ્યવસાય સાથે જોડાયા છો તે વ્યવસાય અનેક સમયે દેશના સંવિધાન, લોકતંત્ર અને દેશના ગરીબ નાગરિકોના અધિકારને બચાવવાનું કાર્ય કર્યું છે. કેટલાક જજમેન્ટો છે જેમાં વિદ્ધાન ધારાશાસ્ત્રીઓએ સુપ્રીમ કોર્ટની મદદ કરી દેશના કાયદાને આકાર આપવાનું કાર્ય કર્યું છે. બંધારણની મૂળ ભાવના એના સ્પીરિટનું રક્ષણ અને અધિકારોને છેવાડા સુધી પહોંચાડવાનું કાર્ય આ જ ન્યાયિક પ્રક્રિયાએ કર્યું છે.