અમદાવાદ પ્લેન ક્રેશ: ટેક-ઓફ પછી ક્રેશ થવાના બે સંભવિત કારણો | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ: ટેક-ઓફ પછી ક્રેશ થવાના બે સંભવિત કારણો

અમદાવાદ: મેઘાણી નગરમાં એર ઈન્ડિયાનું લંડન જવા માટે રવાના થયેલું વિમાન ક્રેશ થવાની દુર્ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં વિમાન ક્રેશ થઈ શકે ખરૂં? એવા પ્રશ્નો ઊભા થયા છે. આવો વિમાન ક્રેશ થવા પાછળ ક્યા કારણો જવાબદાર છે? આવો જાણીએ.

બે ટેક્નિકલ કારણોસર વિમાન ક્રેશ થઈ શકે

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહે મીડિયાને જણાવ્યું કે, “અમદાવાદની વિમાન દુર્ઘટનાનું કોઈ સચોટ કારણ જણાવી શકાય એમ નથી. ફ્લાઈટ ડેટા રેકોર્ડર જ તે જણાવી શકે એમ છે. પરંતુ એવા કેટલાક કારણો છે, જેથી પ્લેન ક્રેશ થઈ શકે છે.”

આપણ વાંચો: અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં

એવિએશન એક્સપર્ટ ડૉ. વંદના સિંહના જણાવ્યાનુસાર, ટેક ઓફ થયાની થોડીક ક્ષણોમાં વિમાન ક્રેશ થવાનું કારણ લોડ ફેક્ટર હોઈ શકે છે. લોડ ફેક્ટર એટલે વિમાનમાં રાખેલા વજનનો સાચો ગુણોત્તર. લોડ ફેક્ટર એ વિમાનની સંરચનાના આધારે નક્કી કરવામાં આવે છે.

ફ્લાઈટમાં આગળ-પાછળ કેટલા મુસાફરોને બેસાડીને બરાબર નક્કી કરવામાં આવે છે. જેથી પ્રેશર કંટ્રોલ કરી શકાય. જેથી લોડ ફેક્ટરની ખોટી ગણતરી ઘણીવાર વિમાન ક્રેશ થવાનું કારણ બને છે.

આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: સવારે પુત્રી સાથે વાત કરી, હવે તેના અને પરિવારના 2 સભ્યો વિશે કોઈ જાણકારી નથી: નાગપુરની વ્યક્તિની ફરિયાદ

લેન્ડિગ ગિઅર પણ હોઈ શકે છે કારણ

લોડ ફેક્ટર સિવાય વિમાન ક્રેશ થવાનું બીજુ કારણ લેન્ડિગ ગિઅર છે. તે વજન અને ગતિ ઊર્જાનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. જ્યારે વિમાન ઉડે અથવા ઉતરે ત્યારે લેન્ડિગ ગિઅર રન વેના સંપર્કમાં આવે છે. જો લેન્ડિગ ગિઅર સરખી રીતે બંધ ન થાય તો પણ વિમાન ક્રેશ થઈ શકે છે.

ડૉ. વંદના સિંહે વધુમાં જણાવ્યું કે, મળતી માહિતી મુજબ વિમાનનું એક પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું છે. આવા સંજોગોમાં એવું કહીં શકાય કે વજનની ખોટી ગણતરી આ દુર્ઘટનાનું કારણ હોઈ શકે છે. જોકે વિમાનના ટેક ઓફ પહેલા આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button