સપના તૂટ્યા! ભારતમાં 2025માં આટલા હજાર સ્ટાર્ટઅપ્સને તાળું લાગ્યું...
અમદાવાદ

સપના તૂટ્યા! ભારતમાં 2025માં આટલા હજાર સ્ટાર્ટઅપ્સને તાળું લાગ્યું…

અમદાવાદ: છેલ્લા ઘણાં વર્ષોથી ‘સ્ટાર્ટ અપ્સ’ ભારતમાં સતત ચર્ચાતો શબ્દ રહ્યો છે. ઇનોવેટીવ વિચારો સાથે શરુ કરેલા નવા બિઝનેસને ફાઉન્ડર્સ મોટી કંપની બનાવવાના સપના જુએ છે, ભારત સરકારે પણ આવા સાહસોને પ્રોત્સાહન આપવા ‘સ્ટાર્ટ અપ્સ ઇન્ડિયા’ પ્રોગ્રામ શરુ કર્યો છે, સ્ટાર્ટ અપ્સ ફંડિંગ આપતો ‘શાર્ક ટેંક ઇન્ડિયા’ શો પણ ખુબ લોકપ્રિય રહ્યો છે. એવામાં એક અહેવાલમાં ભારતના સ્ટાર્ટ અપ્સ અંગે ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે.

એક ફાઈનાન્સ ન્યુઝ વેબ સાઈટના અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2025માં ઓક્ટોબર મહિના સુધી 11,223 સ્ટાર્ટ-અપ બંધ થયા છે. વર્ષ 2024 દરમિયાન કુલ 8,649 સ્ટાર્ટ-અપ બંધ થયા છે, આ આ વર્ષે બંધ થતા સ્ટાર્ટ-અપની સંખ્યા 30% વધી છે. હજુ આ વર્ષના બે મહિના બાકી છે, ત્યારે આ સંખ્યા હજુ વધુ શકે છે.

આ જાણીતા સ્ટાર્ટ અપ્સ બંધ થયા:
અહેવાલ મુજબ આ વર્ષે બંધ થયેલા સ્ટાર્ટ અપ્સમાં Hike, Beepkart, Astra, Ohm Mobility, Code Parrot, Blip, Subtl AI, Otipy, Log 9 Material અને ANS Commerce એ જેવા જાણીતા સ્ટાર્ટ અપ્સનો સમાવેશ થાય છે.

ક્યા સેક્ટર્સના કેટલા સ્ટાર્ટ અપ્સ બંધ થયા:
અહેવાલ મુજબ આ વર્ષે સૌથી વધુ B2C ઈ-કોમર્સ સેક્ટરના(5,776) સ્ટાર્ટ અપ્સ બંધ થયા હતાં, ત્યારબાદ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર (4,174) અને સોફ્ટવેર એઝ અ સર્વિસ (2,785) સેક્ટરના સૌથી વધુ સ્ટાર્ટ અપ્સે બિઝનેસ બંધ કર્યો.

અહેવાલ મુજબ ફેશન ટેકના 840, HR ટેકના 846, એજ્યુકેશન ITના 549, હેલ્થકેર બુકિંગ પ્લેટફોર્મના 762, ઇન્વેસ્ટમેન્ટ ટેકના 579 અને ઇન્ટરનેટ-ફર્સ્ટ બ્રાન્ડ્સના 817 સ્ટાર્ટઅપ્સ બંધ થયા.

આ કારણો રહ્યા જવાબદાર:
બંધ થેયલા ઘણાં સ્ટાર્ટ અપ્સ ગ્રાહકોની જરૂરિયાતો અને ખરીદ શક્તિને આંકી ના શક્યા અથવા યોગ્ય રીતે સમજી ન શક્યા. ઓવરરીચ, નિયમનકારી અવરોધો અને વધુ મહત્વાકાંક્ષાઓ પણ કેટલાક સ્ટાર્ટ અપ્સ બંધ થવા પછાળના કારણો રહ્યા.

નિષ્ણાંતોના મત મુજબ, સ્ટાર્ટ અપ્સ બંધ થવાનું વલણ સ્ટાર્ટઅપ્સને પ્રોડક્ટ-માર્કેટ ફિટ થવા અને ટકાઉ બિઝનેસ મોડેલ બનાવવા નડતા પડકારો પર પ્રકાશ પડે છે. હાઈ કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ, મર્યાદિત રેવન્યુ વિઝીબિલીટી અને ફંડિંગમાં મર્યાદાઓને કારણે સ્ટાર્ટ અપ્સ ટકી શકતા નથી. કેટલાક ફાઉન્ડર્સ હાલમાં માંગ હોય એવી પ્રોડક્ટ બનાવવા માટે ઉતાવળ કરે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button