અમદાવાદ

હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશન પર નહીં આવેઃ પ્રવાસીઓ જાણી લો

અમદાવાદઃ અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે અને કાલુપુર ખાતે એકસાથે કેટલીય ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસને કારણે મોટાભાગની ટ્રેન અહીં આવતી જતી નથી અને પ્રવાસીઓએ વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવી પડે છે.

આવી ઘણી ટ્રેનો છે જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર, વટવા સ્ટેશનો પરથી અવરજવર કરે છે ત્યારે આવી ટ્રેનોમાં વદારો થયો છે. બીજી એવી ટ્રેનોની યાદી હવે રેલવે બહાર પાડી છે, જે કાલુપુરને બદલે મણિનગર અથવા વટવાથી મળશે. ટ્રેનના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ સ્થળોએ જવા માટે AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવશે.

આપણ વાંચો: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું કરાશે ૪ હજાર કરોડના ખર્ચે નવીનીકરણ : જાણો કેટલી સુવિધાઓથી હશે સજ્જ

અમદાવાદને બદલે વટવા/મણિનગરથી ઉપડતી ટ્રેન

23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદને બદલે મણિનગરથી (14:10 કલાકે) ઉપડશે.

  1. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69130 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવાથી (18.35 કલાકે) ઉપડશે.
  2. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69116 અમદાવાદ-આણંદ મેમુ અમદાવાદને બદલે વટવા થી (23:10 કલાકે) ઉપડશે.

અમદાવાદને બદલે મણિનગર/વટવા સ્ટેશન પર ટર્મિનેટ (સમાપ્ત) થવા વાળી ટ્રેનો

આપણ વાંચો: કાલુપુર સ્ટેશન રિડેવલપમેન્ટઃ બે રેલવે સ્ટેશન પર નહીં મળે બસની સુવિધા, 4 બસના રૂટ બદલાશે…

  1. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.50 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
  2. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19417 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (02.45 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
  3. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ વટવા સ્ટેશન પર (20.35) વાગ્યે શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
  4. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69101 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (09:35 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
  5. 23 જાન્યુઆરી 2025 થી, ટ્રેન નંબર 69113 વડોદરા-અમદાવાદ મેમુ વટવા સ્ટેશન પર (22.55 કલાક) શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button