અમદાવાદવેપારશેર બજાર

માર્કેટમાં 6 કંપનીના આઈપીઓ આવી રહ્યા છે, નવા રોકાણ માટે થઈ જાઓ તૈયાર

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી સ્ટોક માર્કેટમાં સારી તેજી જોવા મળે છે. લગભગ એક અઠવાડિયા સુધી પટકાયેલો સેન્સેક્સ ઉચકાતા માર્કેટમાં રોનક દેખાઈ છે. આ બધા વચ્ચે છ કંપનીઓ પોતાના આઈપીઓ સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે. આથી જો તમે રોકાણ કરવા માગતા હો, તો વિગતો જાણી લો.

સૌથી પહેલા રાજેશ પાવર સર્વિસિસ (Rajesh Power Services)નો IPO 25 નવેમ્બરે રોકાણ માટે ખુલ્યો છે. તેમાં 27 નવેમ્બર સુધી રોકાણ કરી શકાય તેમ છે. આ IPOની પ્રાઇસ બેન્ડ 319 થી 335 રૂપિયા પ્રતિ શેર છે.

બીજો છે પેક્સ ઈકોટેક લિમિટેડનો(Pex Ecotech Limited) IPO. જે 27 નવેમ્બરે રોકાણ માટે ખુલશે અને 29 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે. આ IPOની પ્રાઇસ બેન્ડ 71 થી 73 રૂપિયા પ્રતિ શેર છે.

આપણ વાંચો: IPO: આનંદો… રિલાયન્સ જિયોને આવશે આઈપીઓ, 5 વર્ષથી જોવાઈ રહી છે રાહ

ત્યારબાદ આભા પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ (Abha Power and Steel Limited) નો IPO 27 નવેમ્બરે બજારમાં આવશે. તે પણ 29 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે.

આ સાથે ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ લિમિટેડ ( Ganesh Infraworld Limited)નો IPO 29 નવેમ્બરે રોકાણ માટે ખુલે છે. તમે આ IPOમાં 3 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકો છો. આ IPOની પ્રાઇસ બેન્ડ 78 થી 83 રૂપિયા પ્રતિ શેર છે.

અન્ય એક અગ્રવાલ ટકહેન્ડ ગ્લાસ ઈન્ડિયા લિમિટેડ (Agrawal Toughened Glass India Limited) નો IPO 28 નવેમ્બરે રોકાણ માટે ખુલશે. તમે આ IPOમાં 2 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકો છો. આ IPOની પ્રાઇસ બેન્ડ 105 થી 108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

આપણ વાંચો: IPO News: દિવાળી પર આ આઈપીઓ કરાવશે બખ્ખાં, ગ્રે માર્કેટથી મળ્યા ધમાકેદાર લિસ્ટિંગના સંકેત

રાજપુતાના બાયોડીઝલ (Rajputana Biodiesel) નો IPO 26 નવેમ્બરે એટલે કે આવતીકાલે રોકાણ માટે ખુલશે. તમે આ IPOમાં 28 નવેમ્બર સુધી રોકાણ કરી શકો છો. જેની પ્રાઈસ બેન્ડ 123 થી 130 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

નોંધઃ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ જોખમોને આધીન હોય છે. મુંબઈ સમાચાર આ મામલે આપને કોઈ સલાહ આપતું નથી. આપ નિષ્ણાતોની સલાહ લઈ રોકાણ કરી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button