અમદાવાદ

આકરા તાપના અહેસાસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત; હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હાળ ફાગણ મહિનામાં જ ચૈત્ર જેવા આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. બપોરનાં સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી સે.ને પણ પાર કરી જઈ રહ્યો છે. આજે પણ કચ્છનાં મુખ્ય મથક ભુજમાં આકરા તાપનો અહેસાસ થયો હતો. જો કે આગામી દિવસોમાં આકરી ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજના દિવસે સમગ્ર પ્રદેશમાં હવામાન શુષ્ક રહ્યું હતું. આ દરમિયાન કચ્છનાં કંડલા બંદર, કંડલા એરપોર્ટ તેમજ દીવમાં આકરી ગરમીનો અનુભવ થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે; બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે વધુ હતું,

આપણ વાંચો: Gujarat માં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું, ગરમીથી મળી આંશિક રાહત…

મહત્તમ તાપમાન કંડલા 41 ડિગ્રી સેલ્સિયસ

રાજ્યનું મહત્તમ તાપમાન કંડલા ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે રાજ્યનું લઘુત્તમ તાપમાન નલિયા અને મહુવામાં 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આગામી 5 દિવસ મળશે આંશિક રાહત

આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીથી રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

સૌરાષ્ટ્ર-કચ્છના અલગ અલગ ભાગોમાં આગામી 2-3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39-41 સે.ની રેન્જમાં રહેવાની શક્યતા છે; જેના કારણે, આ ભાગોમાં અમુક અંશે ગરમીનો અહેસાસ થઈ શકે છે. આગામી 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button