…તો તહવ્વુર રાણાને પૂછપરછ માટે અમદાવાદ લાવી શકાય છે, જાણો કારણ?

અમદાવાદ: 26/11 હુમલાના મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ગઈ કાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો.
ભારત લાવવામાં આવ્યા બાદ ગુરુવારેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આતંકી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો.ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તહવ્વુર રાણાને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે.
આપણ વાંચો: પીએમ મોદીની વર્ષ 2011ની તહવ્વુર રાણા અંગેની પોસ્ટ વાયરલ, જાણો શું લખ્યું હતુ
26-11 હુમલા પહેલા આવ્યો હતો તહવ્વુર
પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ ગુરુવારે ભારત પહોંચેલા 64 વર્ષીય કેનેડિયન નાગરિક અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તહવ્વુર રાણાને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તહવ્વુર રાણા 26 નવેમ્બરના રોજ મુંબઈ આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પહેલા 18 અને 19 નવેમ્બર, 2008ના રોજ તેની પત્ની સમરાઝ અખ્તર સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદના મીઠાખળી વિસ્તારની હોટેલ લેમન ટ્રીમાં રોકાયા હતા.
આપણ વાંચો: આ રીતે અમેરિકાએ તહવ્વુર રાણાને ભારતના અધિકારીઓને સોંપ્યો; જુઓ તસ્વીરો
ભારત સરકારની મોટી સફળતા
26 નવેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ગઈ કાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. જેને ભારત સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે.
અમેરિકાથી પરત ખેંચી લાવીને આરોપીને તેને NIAને સફળતા મળી હતી. પાકિસ્તાની મૂળના અને 64 વર્ષીય કેનેડિયન નાગરિકને અમેરિકાથી ગુરૂવારે સાંજે 6:30 કલાકે નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યો અને ત્યારે NIAએ તેની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો.
તવ્વહુર રાણા NIAની કસ્ટડીમાં
પટિયાલા હાઉસ કોર્ટે મોસ્ટ વોન્ટેન્ડ આતંકી રાણાને 18 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો છે, ત્યારબાદ તેને દિલ્હી પોલીસના સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ અને અન્ય ભારે સુરક્ષાની સ્થિતિ વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટથી NIA ના મુખ્ય કાર્યાલયે લાવવામાં આવ્યો હતો.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રાણાને અહીંના CGO કોમ્પ્લેક્સ ખાતે આતંકવાદ વિરોધી એજન્સીના મુખ્યાલયની અંદર એક હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવશે.