સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામીએ કર્યો બફાટ, ચારણબાઇ પર આપ્યું વિવાદિત નિવેદન

અમદાવાદ: હાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્વામી દ્વારા વિરપુરના સંત જલારામ બાપા પર કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચામાં છે. સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને જ્ઞાનવત્સલ સ્વામીને પણ 24 કલાકમાં વિરપુર આવીને માફી માગવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સ્વામીએ પણ માફી માંગવાની જાહેરાત કરી છે. જોકે આ વિવાદની ચર્ચા વધુ એક સ્વામીનો બફાટ કરતો વીડિયો સામે આવ્યો છે, જેને લઈને ચારણ સમાજમાં સ્વામીનાં નિવેદન પર રોષ વ્યાપ્યો છે.
શું કહી રહ્યા છે વીડિયોમાં?
પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરીકૃષ્ણ સ્વામીએ ચારણબાઈ વિશે ટિપ્પણી કરી હતી. વીડિયો મોરબીના હળવદનાં હરિકૃષ્ણ ધામનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કોઇ જીવરાજ ભગતની વાત કરી રહ્યા છે, જીવરાજ ભગતની તબિયત ખરાબ હોય તેમણે સંતોને વિનંતી કરી હતી કે સ્વામિનારાયણ ભગવાનને કહો કે મને ધામમાં લઈ જાય પરંતુ સંતોએ કહ્યું હતું કે તમારે હજુ જીવવાનું છે.
આપણ વાંચો: Rajkot ના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ
આથી ભગવાન તમને ધામમાં નહિ લઈ જાય પરંતુ તમને સાજા કરશે. બાદમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન તેમને દર્શન આપવા માટે આવે છે ત્યારે તેમના ગળામાં ચારણબાઈનો મંતરેલો દોરો જુએ છે અને તેઓ પાછા વળીને પરિવારને દર્શન આપે છે અને કહે છે કે હું તો ભક્તને દર્શન આપી સાજા કરવા આવ્યો હતો પરંતુ ચારણબાઈનો જોઈને પાછો વળી જાવ છું.
સંત જલારામ બાપા પર ટિપ્પણીનો મુદ્દો
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા વિરપુરનાં સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ ચર્ચામાં છે. સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ મામલે રોષ બાપામાં આસ્થા ધરાવનાર ભક્તોમાં રોષ વ્યાપ્યો હતો અને આ મામલે જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી પણ માંગી લીધી હતી. પરંતુ આ મામલે આજે વિરપુર (જલારામ) ખાતે બેઠક યોજવામાં આવી હતી.
હવે સ્વામી માંગશે માફી
સંત જલારામ બાપાને લઈને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા કરેલા નિવેદન અંગે હવે વિવાદ ખૂબ જ વકર્યો છે, તેમની આ ટિપ્પણી મુદ્દે રઘુવંશી સમાજ સહિત ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. આ વિવાદ મુદ્દે વિરપુરમાં રઘુવંશી સમાજ દ્વારા યોજાયેલી બેઠકમાં બે દિવસ વિરપુર સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને સાથે જ સ્વામીને 24 કલાકની અંદર વિરપુર જલારામ મંદિરે આવી માફી માંગવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું.
ત્યારે આ સમગ્ર મામલે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જામનગરમાં જણાવ્યું હતું કે, આ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને માફી માગશે તથા સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ ખુલાસો આપવામાં આવશે.