
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સોમ-લલિત શાળામાં રિસેષ દરમિયાન આ વિદ્યાર્થિની લોબીમાં ચાલતી હોય છે અને અચાનક ચોથા માળેથી નીચે કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સત્વરે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. અત્યારે તેની હાલત ગંભીર હોવાથી તેને આસીયુમાં રાખી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શા માટે આ વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો?
આખરે આ વિદ્યાર્થિનીએ શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો? 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની શું પરેશાની હશે? ક્યાં કારણોસર આત્મઘાતી પગલુ ભર્યું? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ અત્યારે તેની મિત્રોની પૂછપરછ કરી રહી છે અને સાથે તે વિદ્યાર્થિની સોશિલય મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેથી આપઘાતના પ્રયાસનું કારણ જાણી શકાય!
આ વિદ્યાર્થિની પહેલા એક મહિનો રજા પર હતીઃ શાળા
પોલીસે વિદ્યાર્થિનીના માતા-પિતા સાથે પણ પૂછપરછ કરી છે, પરંતુ આપઘાતના પ્રયાસનું કારણ જાણી શકાયું નથી. મહત્વની વાત એ છે કે, આ કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા પાસેથી આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે, સાથે ઘટનાના સીસીટીવી પણ મંગાવ્યાં છે. જેથી આ કેસમાં આગળની તપાસ કરી શકાય. પોલીસે તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે, તેને કોઈ બીમારી હતી જેના કારણે એક મહિનો રજા પર હતી અને 15 દિવસ પહેલા જ પાછી શાળામાં આવી હતી. તેના માતા-પિતાએ તે બીમારીનું સર્ટિફિકેટ પણ શાળામાં આપ્યું હતું.
પોલીસ હવે સાથી વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરશે
વિદ્યાર્થિનીના ત્રણ મિત્રોએ તેને બચાવવા માટે પ્રસાય કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેના સાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તે પહેલા ચિંતામાં હતી. પહેલા તો તે શાંત હતી પરંતુ બાદમાં જ્યારે બીજી રિસેષ પડી ત્યારે દોડીને ક્લાસની બહાર ગઈ હતી અને કુદવાના દોડી હતી. જેથી પોલીસ આ વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરશે. ત્યારબાદ સમગ્ર ઘટનામાં સાચી શું હકીકત છે તેના વિશે જાણવા મળશે. પરંતુ હવે જોવાનું એ છે કે, આખરે શા માટે તેને આત્મહત્યાનો પ્રસાય કર્યો? આ મામલે તપાસ કરવી જરૂર છે.